Not Set/ સ્ટ્રીટ ડાન્સર 3 ડીની રિલીઝ પહેલાં અફેયરની ચર્ચા પર શ્રદ્ધા કપૂરે તોડ્યું મૌન, શું કહ્યું જાણો

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આજકાલ તેની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ડીને લઈને ચર્ચામાં છે. આમાં તે ફરી વરૂણ ધવન સાથે જોવા મળશે. આ દિવસોમાં તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રોફેશનલ લાઇફની સાથે શ્રદ્ધાની પર્સનલ લાઇફ પણ હેડલાઇન્સમાં છે. છેલ્લા ઘણા સમયથી શ્રદ્ધા અને સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ટના અફેરના સમાચાર હતા. વર્ષ 2018 થી તેમની લિંક […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 15 સ્ટ્રીટ ડાન્સર 3 ડીની રિલીઝ પહેલાં અફેયરની ચર્ચા પર શ્રદ્ધા કપૂરે તોડ્યું મૌન, શું કહ્યું જાણો

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આજકાલ તેની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ડીને લઈને ચર્ચામાં છે. આમાં તે ફરી વરૂણ ધવન સાથે જોવા મળશે. આ દિવસોમાં તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રોફેશનલ લાઇફની સાથે શ્રદ્ધાની પર્સનલ લાઇફ પણ હેડલાઇન્સમાં છે. છેલ્લા ઘણા સમયથી શ્રદ્ધા અને સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ટના અફેરના સમાચાર હતા. વર્ષ 2018 થી તેમની લિંક અપની ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં જ શ્રદ્ધાએ આ અંગે મૌન તોડ્યું હતું.

એક વેબસાઈટના ઈન્ટરવ્યુમાં શ્રદ્ધાને રોહન સાથેના તેના અફેરના સમાચારો વિશે પૂછ્યું. જે અંગે શ્રદ્ધાએ કહ્યું કે મારી પાસે કોઈ જ વસ્તુને વિચારવાનો સમય નથી સિવાય એ ફિલ્મો વિશે જે હું કરી રહી છું. અને તમે કહ્યું તેમ, આ ફક્ત ચર્ચાઓ છે.

Instagram will load in the frontend.

શ્રદ્ધા અને રોહનમાંથી કોઈએ પણ ડેટિંગના સમાચારની પુષ્ટિ કરી નથી. શ્રદ્ધાએ હંમેશાં પોતાને સિંગલ તરીકે વર્ણવી છે. આ અગાઉ ગયા વર્ષે શ્રદ્ધાના લગ્ન અંગે પણ સમાચાર હતા. ત્યારે શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે આ સમાચારને નકારી દીધા હતા. તે સમયે આઈએએનએસ સાથે વાત કરતાં શક્તિ કપૂરે મજાક કરી હતી, ‘ખરેખર, મારી દીકરીના લગ્ન થઈ રહ્યા છે? કૃપા કરીને મને પણ આમંત્રિત કરવાનું ભૂલશો નહીં. ‘

Instagram will load in the frontend.

શ્રદ્ધાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3 ડી માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની અને વરુણ વચ્ચે ડાન્સનો મહાસંગ્રામ જોવા મળશે. ફિલ્મમાં નોરા ફતેહી અને પ્રભુ દેવા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર રેમો ડીસુઝા છે. સ્ટ્રીટ ડાન્સર 3 ડી 24 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તેની સીધી ટક્કર કંગના રનૌતની ફિલ્મ પંગા સાથે થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.