Not Set/ સફળતા નિષ્ફતા આવ્યા કરે,નિરાશ નહીં થવાનું : હુમા કુરેશી 

મુંબઇ, ખુબસુરત અભિનેત્રી હુમા કુરેશીએ કહ્યુ છે કે સફળતા અને નિષ્ફળતા દરેક વ્યક્તિની લાઇફમાં આવતી રહે છે. આને લઇને વધારે પરેશાન રહેવાની જરૂર નથી. હુમાનુ કહેવુ છે કે સતત મહેનતથી સારા પરિણામ હાંસલ થાય છે. તેનુ કહેવુ છે કે તે પ્રોફેશનલ અને તેની અંગત લાઇફને લઇને ખુબ સાવધાન રહે છે. તેનુ કહેવુ છે કે નિષ્ફળતા […]

Uncategorized
aam 13 સફળતા નિષ્ફતા આવ્યા કરે,નિરાશ નહીં થવાનું : હુમા કુરેશી 

મુંબઇ,

ખુબસુરત અભિનેત્રી હુમા કુરેશીએ કહ્યુ છે કે સફળતા અને નિષ્ફળતા દરેક વ્યક્તિની લાઇફમાં આવતી રહે છે. આને લઇને વધારે પરેશાન રહેવાની જરૂર નથી. હુમાનુ કહેવુ છે કે સતત મહેનતથી સારા પરિણામ હાંસલ થાય છે. તેનુ કહેવુ છે કે તે પ્રોફેશનલ અને તેની અંગત લાઇફને લઇને ખુબ સાવધાન રહે છે.

તેનુ કહેવુ છે કે નિષ્ફળતા પણ દરેક વ્યક્તિના હિસ્સા તરીકે છે. તેનુ કહેવુ છે કે તેની માતા પાસેથી તેને કેટલીક બાબતો શિખવા મળી છે.

આ બાબતો તેને લાઇફમાં સતત પ્રેરિત કરી રહી છે. તેનુ કહેવુ છે કે સારી મહેનત અને સારા કામ હમેંશા કામ લાગે છે. તેનુ કહેવુ છે કે તે કર્મની અવધારણામાં સંપૂર્ણપણે વિશ્વાસ રાખે છે.

તેનુ કહેવુ છે કે કામ અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે રચનાત્મક અંતરને જાળવી રાખવા માટેના સફળ પ્રયાસો કર્યા છે. આમાં સફળતા પણ મળી છે. કેટલીક ટુંકી ફિલ્મોમાં કામ કર્યા બાદ હુમા કુરેશીએ બોલિવુડમાં સફળતાપૂર્વક એન્ટ્રી કરી હતી.

અનુરાગ કશ્યમની ફિલ્મ ગેગ્સ ઓફ વાસેપુર-2 ફિલ્મમાં હુમાએ લોકપ્રિયતા મેળવી હતી. હુમા કુરેશી હાલમાં નાના પરદા પર ઇન્ડિયા બેસ્ટ ડ્રામેબાજમાં નજરે પડી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મો પણ રહેલી છે.

હુમા કુરેશી બોલિવુડ ફિલ્મોને લઇને આશાવાદી બનેલી છે. અક્ષય કુમારની સાથે તેની જાલી એલએલબી ફિલ્મ મારફતે તે લોકપ્રિય થઇ હતી. આ કોમેડી ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી. તે રજનિકાંતની સાથે પણ એક ફિલ્મ કરી ચુકી છે.

આ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં તેની બોલબાલા હાલના દિવસોમાં વધી છે. કેટલાક મોટા સ્ટાર સાથે તે કામ કરી રહી છે. હિન્દીની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મ પર તે ધ્યાન આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન