મુંબઈ,
એક સમયના નિકટના મિત્રો આજે કટ્ટર દુશ્મન બની ગયા છે, વાત છે રાજ્યસભાના સાંસદ અમરસિંહ અને બચ્ચન પરિવારની, તેમની વચ્ચેના સંબંધો ફરીથી વિવાદમાં આવ્યાં છે, આ વખતે અમરસિંહે જયા બચ્ચનના રાજ્યસભાના ભાષણની ઝાટકણી કાઢી છે.
કહ્યું કે, કાલ સુધી રાજ્યસભામાં જે મારી જૂની સાથી હતી તે રાજ્યસભામાં મહિલાઓ અંગે ખૂબજ પીડાથી બોલી રહી હતી, કહેતી હતી કે ટેક્નિકલ આંદોલનને તમે રોકી શકતા નથી, પોર્નોગ્રાફી કે ફિલ્મોના ગંદાં દ્રષ્યો તમારી ટીવીમાં દેખાય તો રિમોટ તમારા હાથમાં છે, તરત જ બટાન દબાવી દો, બધુ બરાબર થઇ જશે.
બસ આ ભાષણ બાદ અમરસિંહે પ્રહાર કરતા કહ્યું કે તમે કમ સે કમ માતા છો, પત્ની છો, માતા અને પત્નીના હાથમા સામાજિક રિમોટ હોય છે, તમારા પતિ (અમિતાભ)ને કેમ નથી કહેતાં કે, જુમ્મા ચુમ્મા દે દે ન કરે, તમે તમારા પતિને કેમ નથી કહેતાં કે વરસાદમાં ન્હાતી અભિનેત્રી સાથે પ્રેમાલાપ ન કરે, તમારી પુત્રવધુ(ઐશ્વર્યા)ને કેમ નથી કહેતાં કે, એ દિલ હૈ મુશ્કેલ ફિલ્મમાં જે દ્રશ્યો તેણે આપ્યાં છે, તે ન આપવા જોઇએ, યશ ચોપડાની ફિલ્મ ધૂમમાં અભિનેતા નગ્ન થઈ જાય છે.
તો તમારા દીકરા અભિષેકને કેમ નથી કહેતા કે આવી ફિલ્મોથી દૂર રહે, આવા દ્રશ્યો જોવાથી યુવાઓના મન પર આડઅસર થાય છે, આ બધી વાતો કહીને અમરસિંહે જયા બચ્ચનને કહ્યું કે તમે પહેલા તમારા ઘરમાં બદલાવ લાવો પછી સમાજની વાત કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન