Not Set/ આમીરની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના સપોર્ટમાં આવ્યા સુનીલ શેટ્ટી, કહ્યું કંઇક આવુ

મુંબઇ, આમીર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ને ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી કરી ચુકી છે. તો બીજી બાજુ  ફિલ્મની નકારાત્મક પબ્લિકસીટી હજુ સુધી ચાલુ છે. જેની અસર ફિલ્મની કમાણી પર પડતી હોય તેમ લાગે છે. આ મામલામાં બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ સમીક્ષકો સામે આડા હાથ લીધા છે. બોલિવૂડના એક્ટર સુનિલ શેટ્ટીએ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના નિર્માતાઓને […]

Uncategorized
ap 2 આમીરની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ના સપોર્ટમાં આવ્યા સુનીલ શેટ્ટી, કહ્યું કંઇક આવુ

મુંબઇ,

આમીર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ને ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી કરી ચુકી છે. તો બીજી બાજુ  ફિલ્મની નકારાત્મક પબ્લિકસીટી હજુ સુધી ચાલુ છે. જેની અસર ફિલ્મની કમાણી પર પડતી હોય તેમ લાગે છે. આ મામલામાં બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ સમીક્ષકો સામે આડા હાથ લીધા છે.

Related image

બોલિવૂડના એક્ટર સુનિલ શેટ્ટીએ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના નિર્માતાઓને સપોર્ટ કર્યો છે. તેમણે કહ્યું કે ફિલ્મની ટીકાઓ સાંભળવા મળી રહી છે, જ્યારે મારા ઘણા મિત્રોએ આ મૂવી પસંદ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આજકાલ દરેક વ્યક્તિ પોતાને ફિલ્મ સમિક્ષક માનવા લાગ્યા છે.

Image result for sunil shetty thugs of hindostan

આપને જણાવી દઈએ  કે ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના નિર્માતાઓને આની ખરાબ સ્ટોરી અને નિર્દેશન માટે દર્શકોથી ઘણી ટીકાઓ સાંભળવા મળી છે. આ કારણથી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર મોટો ઝટકો લાગ્યો છે.

Image result for aamir khan thugs of hindostan

ઉલ્લેખનીય છે કે 250 કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મને 5000 સ્ક્રીન્સ મળી છે. મુવીએ પહેલા દિવસે 50.75 કરોડની કમાણી કરી તો બીજા દિવસે 28.25 કરોડ અને ત્રીજા દિવસે 22.75 કરોડની કમાણી કરી છે.