Not Set/ જાણીતા એક્ટર સાહિત્યકાર ગિરીશ કર્નાડનું 81 વર્ષે લાંબી બિમારી બાદ નિધન

દેશમાં જાણીતા વરિષ્ઠ અભિનેતા અને નાટ્યકાર ગિરીશ કર્નાડનું સોમવારનાં રોજ 81 વર્ષે લાંબી બિમારીનાં કારણે નિધન થયુ છે. ગિરીશ કર્નાડની મોતથી બોલિવુડમાં શોકલહેર ફેલાઇ ગઇ છે. તેમનુ નિધન બેંગલુરુમાં થયુ. કલાકારો સહિત રાજકીય મહાનુભાવો તેમ જ ચાહકો દ્વારા તેમના નિધન પર શોકસંદેશ વ્યાપી વળ્યાં છે. ગિરીશ કર્નાડ અંતમાં બોલિવુડની ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’માં જોવા મળ્યા […]

Uncategorized
DSC23361 જાણીતા એક્ટર સાહિત્યકાર ગિરીશ કર્નાડનું 81 વર્ષે લાંબી બિમારી બાદ નિધન

દેશમાં જાણીતા વરિષ્ઠ અભિનેતા અને નાટ્યકાર ગિરીશ કર્નાડનું સોમવારનાં રોજ 81 વર્ષે લાંબી બિમારીનાં કારણે નિધન થયુ છે. ગિરીશ કર્નાડની મોતથી બોલિવુડમાં શોકલહેર ફેલાઇ ગઇ છે. તેમનુ નિધન બેંગલુરુમાં થયુ. કલાકારો સહિત રાજકીય મહાનુભાવો તેમ જ ચાહકો દ્વારા તેમના નિધન પર શોકસંદેશ વ્યાપી વળ્યાં છે. ગિરીશ કર્નાડ અંતમાં બોલિવુડની ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’માં જોવા મળ્યા હતા. જો કે તેમની અંતિમ ફિલ્મ કન્નડ ભાષામાં બનેલી અપના દેશ હતી, જે 26 ઓગસ્ટનાં રોજ રિલીઝ થઇ હતી.

inauguration literary festival thursday hindiustan playwright director 3780d2e2 b2a0 11e8 b8d7 0b252c5c5b16 જાણીતા એક્ટર સાહિત્યકાર ગિરીશ કર્નાડનું 81 વર્ષે લાંબી બિમારી બાદ નિધન

ગિરીશ કર્નાડનો જન્મ 19 મે, 1938નાં રોજ મહારાષ્ટ્રનાં માથેરાનમાં થયો હતો. તેમને ભારતનાં જાણીતા સમકાલીન લેખક, અભિનેતા, ફિલ્મ નિર્દેશક અને નાટ્યકાર તરીકે ઓળખવામાં આવતા હતા. 1960નાં દાયકામાં યાયાતી (1961), ઐતિહાસિક નાટક તુગલક (1964) જેવા નાટકોમાં લોકોએ તેમને બહુ જ પસંદ કર્યા હતા. જ્યારે તેમના ત્રણ મહત્વપૂર્ણ કૃતિઓ હયવદના (1971), નગા મંડલા (1988) અને તલેડેંગા (1990)ને આંતરરાષ્ટ્રીય સરાહના મળી હતી. કર્નાડને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. સલમાન ખાનની સુપરહીટ ફિલ્મ ‘એક થા ટાઈગર’ અને ‘ટાઈગર જિંદા હૈ’ તેમની હાલમાં જ આવેલ બોલિવુડ ફિલ્મો છે.

girish karnad જાણીતા એક્ટર સાહિત્યકાર ગિરીશ કર્નાડનું 81 વર્ષે લાંબી બિમારી બાદ નિધન

ગિરીશ કર્નાડને ચાર ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા હતા. ગિરીશ કર્નાડએ પ્રમુખ ભારતીયો નિર્દેશકો- ઇબ્રાહીમ અલકાઝી, પ્રસન્ના, અરવિંદ ગૌડ અને બી.વી. કારંતે તેનું અલગ-અલગ રીતે પ્રભાવશાળી તથા યાદગાર નિર્દેશન કર્યું હતું. ગિરીશ સારા એક્ટરની સાથે સારા સ્કોલર પણ હતા. એક કોંકણી ભાષા પરિવારમાં જન્મેલા ગિરીશ કર્નાડએ 1958માં ધારવાડ સ્થિત કર્ણાટક યુનિવર્સિટીમાં સ્નાતકની ઉપાધિ લીધી હતી. ત્યારબાદ તે એક રોડ્સ સ્કોલરનાં રૂપમાં ઇગ્લેંડ જતા રહ્યા જ્યાં તેમણે ઓક્સફોર્ડનાં લિંકોન તથા મેગડેલન યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્ર, રાજશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રમાં માસ્ટરની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તે શિકાગો યુનિવર્સિટીનાં ફૂલબ્રાઇટ યૂનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.

Girish જાણીતા એક્ટર સાહિત્યકાર ગિરીશ કર્નાડનું 81 વર્ષે લાંબી બિમારી બાદ નિધન

ગિરીશ કર્નાડને પદ્મ સન્માનો સિવાય 1972માં સંગીત નાટક અકાદમી, 1994માં સાહિત્ય અકાદમી, 1998માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તેમજ કન્નડ ફિલ્મ સંસ્કાર માટે તેમને બેસ્ટ ડાયરેક્ટર તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. આ ઘટનાં બાદ સમગ્ર બોલિવૂડમાં અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનો માહોલ છે. ગિરીશ કર્નાડની હિન્દીની સાથે સાથે કન્નડ અને અંગ્રેજી ભાષા પર પણ સારી પકડ હતી. 1974-75નાં વર્ષમાં તેઓ FTII પૂણેના ડાયરેક્ટર પદ પર પણ કામ કરી ચૂક્યા છે. સાથે જ તેમણે સંગીત નાટક અકાદમી અને નેશનલ અકાદમી ઓફ પરર્ફોર્મિંગ આર્ટસના ચેરમેનનું પદ પણ સંભાળ્યુ હતું.