Not Set/ સાંડ કી આંખ ફિલ્મના સેટ પરથી આવી પ્રથમ તસ્વીર, તાપસી કરી રહી છે આવું કામ

મુંબઇ, તાપસી પન્નુ  અને ભૂમિ પેડનેકર ફિલ્મ ‘સાંડ કી આંખ’મા સાથે જોવા મળશે. હાલમાં બંનેના સીન સાથે હોય તે શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારે  આ બંનેનો એક  ફોટો ફિલ્મના સેટ પરથી સામે આવ્યો છે. જેમાં બંને હિરોઇન છાણા થાપવાનું કામ કરી રહી છે. તેઓ ગ્રામિણ વસ્ત્રોમાં છે અને દીવાલ પર છાણા થાપી રહી છે જોકે બંનેના ચહેરા […]

Uncategorized
tqq 15 સાંડ કી આંખ ફિલ્મના સેટ પરથી આવી પ્રથમ તસ્વીર, તાપસી કરી રહી છે આવું કામ

મુંબઇ,

તાપસી પન્નુ  અને ભૂમિ પેડનેકર ફિલ્મ ‘સાંડ કી આંખ’મા સાથે જોવા મળશે. હાલમાં બંનેના સીન સાથે હોય તે શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારે  આ બંનેનો એક  ફોટો ફિલ્મના સેટ પરથી સામે આવ્યો છે. જેમાં બંને હિરોઇન છાણા થાપવાનું કામ કરી રહી છે. તેઓ ગ્રામિણ વસ્ત્રોમાં છે અને દીવાલ પર છાણા થાપી રહી છે જોકે બંનેના ચહેરા દેખાતા નથી.

આ ફોટોને શેર કરતા તાપસીએ લખ્યુ છે કે  કે ખુશ્બુ આન લાગ રી હૈ…દિખે કુછ કમાલ કા પર રેહા ફિલ્મમાં તાપસીના પાત્રનું નામ દાદી પ્રકાશો છે જ્યારે ભૂમિ પેડનેકરના પાત્રનું નામ દાદી ચન્દ્રો છે .આ ફિલ્મનું નિર્માણ  નિધિ પરમાર તથા  અનુરાગ કશ્યપ સંયુક્તપણે કરી રહ્યા છે અને નિર્દેશન તુષાર હિરાનંદાની  કરી રહ્યા છે. જોકે ફિલ્મની રીલીઝની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી.

Instagram will load in the frontend.

તાપસીની ફિલ્મ બદલા તાજેતરમા રજૂ થઈ છે જેને દર્શકો દ્વારા સારો આવકાર મળ્યો છે અને ફિસલ્મે ચાર દિવસમાં  26.95 કરોડની કમાણી કરી છે.