Not Set/ આ એક્શન એકટ્રસને તૈમૂર સાથે કરવું છે ડેટિંગ

મુંબઇ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરાની લોકપ્રિયતા ઘણી છે  બોલિવૂડમાં તેમજ અન્ય વર્તુળમાં પણ બધા તૈમૂરને પસંદ કરે છે. એટલે જ હંમેશાં તૈમૂર પાપારાઝીઓથી ઘેરાયેલો રહે છે.  હવે તો તૈમૂર જેવો લાગતા ઢીંગલા ઢીંગલી પણ વેચાવા લાગ્યા છે અને આ બધા વચ્ચે એક્શન સીન માટે જાણીતી તાપસી પન્નુએ  જણાવ્યું હતું કે  તે તૈમૂર […]

Uncategorized
ma 10 આ એક્શન એકટ્રસને તૈમૂર સાથે કરવું છે ડેટિંગ

મુંબઇ,

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરાની લોકપ્રિયતા ઘણી છે  બોલિવૂડમાં તેમજ અન્ય વર્તુળમાં પણ બધા તૈમૂરને પસંદ કરે છે. એટલે જ હંમેશાં તૈમૂર પાપારાઝીઓથી ઘેરાયેલો રહે છે.  હવે તો તૈમૂર જેવો લાગતા ઢીંગલા ઢીંગલી પણ વેચાવા લાગ્યા છે અને આ બધા વચ્ચે એક્શન સીન માટે જાણીતી તાપસી પન્નુએ  જણાવ્યું હતું કે  તે તૈમૂર સાથે ડેટિંગ પર જવું પસંદ કરશે.

Image result for taapsee pannu taimur ali khan

પોતાની ફિલ્મ બદલાના પ્રમોશન દરમિયાન  તાપસીએ આ રસપ્રદ બાબત જણાવી હતી. તાપસીને જ્યારે તેના અંગત જીવન વિશે તેમજ લવ લાઇફ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે સિંગલ છે અને કોઈ પણ બોલિવૂડ એક્ટરને ડેટ નહીં કરી શકે. પછી તેણે મજાકમાં કહ્યુ હતું કે તે ડેટિંગ માટે છોટે નવાબ તૈમૂરને પસંદ કરી શકે છે. તેણે કહ્યું હતું કે તે પોતાના સહકલાકારોને કલીગ તરીકે જુએ છે.

Image result for taapsee pannu taimur ali khan

પિન્ક ફિલ્મ બાદ ફરી એક વાર તાપસીએ બદલામાં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું છે.