Not Set/ આ જાણીતી મોડેલની કિચનમાંથી મળી લાશ, મોતનું કારણ શોધી રહી છે પોલીસ

ટેલિવિઝનનો જાણીતો ચહેરો અને સેલિબ્રિટી શેફ જગી જ્હોન તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. કેરળના કુર્વાનકોનમમાં ફ્લેટમાં જગી શેફ તેની માતા સાથે રહેતી હતી અને પોલીસે જણાવ્યું હતું કે તે ફ્લેટના રસોડામાં મૃત હાલતમાં મળી હતી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હજી સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી. મળતી માહિતી […]

Top Stories Entertainment
mahiaa 14 આ જાણીતી મોડેલની કિચનમાંથી મળી લાશ, મોતનું કારણ શોધી રહી છે પોલીસ

ટેલિવિઝનનો જાણીતો ચહેરો અને સેલિબ્રિટી શેફ જગી જ્હોન તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. કેરળના કુર્વાનકોનમમાં ફ્લેટમાં જગી શેફ તેની માતા સાથે રહેતી હતી અને પોલીસે જણાવ્યું હતું કે તે ફ્લેટના રસોડામાં મૃત હાલતમાં મળી હતી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને હજી સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી.

મળતી માહિતી અનુસાર, પોલીસનું કહેવું છે અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ. આ મામલે મંગળવારે પુછપરછ કરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ આ કેસમાં વધુ માહિતી મળશે. એવું માનવામાં આવે છે કે જે સમયે જગીનું અવસાન થયું હતું, ત્યારે તેની માતા પણ ઘરે હતી. જો કે, તે પુત્રીના મોતના સમાચારથી ચોંકી ગયા છે અને પોલીસના પ્રશ્નોના જવાબ આપવા માટે માનસિક રીતે તૈયાર નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જગીનો મૃતદેહ તેના પાડોશીએ જોયો હતો, કારણ કે પાડોશીને જગીના પાર્ટનર  દ્વારા જગીને જોવા માટે કહેવામાં આવ્યું હતું, કેમ કે તે લાંબા સમયથી તેનો ફોન ઉપાડતો ન હતો. આ પછી પાડોશીએ પોલીસને આ મામલે જાણ કરી હતી.

આપને જણાવી દઇએ કે જાગી ટેલિવિઝન ચેનલ રોઝબઉલ પર ‘જગીઝ કુકબુક’ નામનો કૂકરી શો ચલાવતી હતી. અને બ્યુટી અને પર્સનાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળી હતી. તે એક જાણીતી હોસ્ટ, ગાયક, મોડેલ, પ્રેરણાત્મક વક્તા અને સેલિબ્રિટી જજ પણ હતી.

નોંધપાત્ર વાત એ છે કે આ જ રીતે ફિલ્મ અને ટીવી જગતની અનેક હસ્તીઓનું મોત થઇ ચુક્યું છે. અને આ કેસોમાં હત્યાનો આરોપ પણ લગાવામાં આવ્યા છે, પરંતુ પોલીસ હજી પણ આ કેસોમાં તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન