મુંબઇ,
શિવસેનાના લોકલાડીલા નેતા બાલા સાહેબ ઠાકરેની બાયોપીક ‘ઠાકરે’નું ટ્રેલર રીલીઝ કરાયું હતું.મુવીમાં બાલા સાહેબની ભુમિકામાં નવાઝુદ્દીન સિદ્દીકી છે અને આ ફિલ્મમાં નવાઝુદ્દીને શાનદાર ગેટઅપ આપવામાં આવ્યો છે, જેના કારણે તે સંપૂર્ણ રીતે બાળ ઠાકેરે જેવો જ લાગી રહ્યો છે.
આ ફિલ્મ અભિજિત ફાંસેએ ડાયરેક્ટ કરી છે અને તેને સંજય રાઉત પ્રેઝન્ટ કરી રહ્યાં છે. ટીઝરની શરૂઆત જ હુલ્લડોના સીનથી કરવામાં આવી છે, જેમાં એક રડતું બાળક દર્શાવવામાં આવ્યું છે.ટ્રેલરમાં બાબરી મસ્જીદ તુટવાથી લઇને મુંબઇના બ્લાસ્ટ અને પાકિસ્તાન સામે મેચ રમવાના વિરોધ જેવા એવા ઇસ્યુ બતાવવામાં આવ્યા છે જેમાં બાળા સાહેબે મહત્વની ભુમિકા ભજવી હોય.
નવાઝુદ્દીન આ ટ્રેલરમાં બાલ ઠાકરેની ભૂમિકામાં પોતાની જાતને ઉતારવામાં સફળ થયો હોય એવુ લાગી રહ્યું છે. ટ્રેલરમાં બાલ ઠાકરેના જીવનના શરૂઆતના દિવસોથી માંડીને મહારાષ્ટ્રના પોલિટિક્સમાં પગ જમાવવા સુધી અનેક બનાવોની ઝલક છે. ફિલ્મને 25 જાન્યુઆરીએ રીલીઝ કરાશે.
Unfolding the real story of Balasaheb Thackeray's courage, wisdom & indomitable truth. The tiger who was known for fearing none! #Thackeray trailer out NOW! @rautsanjay61 @AmritaRao @Viacom18Movies #RautersEntertainment @carnivalpicturs @ThackerayFilm https://t.co/IvT9ogXlTS
— Nawazuddin Siddiqui (@Nawazuddin_S) December 26, 2018
