Not Set/ જાણીતી કોસ્મેટીક કંપની એસ્ટી લાદરેની બ્રાન્ડ એમ્બેસેડર બનેલી આ એક્ટ્રેસને ફિલ્મો નથી મળી રહી,બોલો

મુંબઇ, દુનિયાની જાણીતી કોસ્મેટીક કંપની એસ્ટી લાદરે જાણીતી એક્ટ્રેસ ડાયેના પેન્ટીને બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા પછી પણ તે નિરાશ છે કેમ કે તેના હાથ પર ફિલ્મો નથી.અત્યંત ખુબસુરત લાગતી ડાયેનાએ કોકટેલ ફિલ્મમાં મીરાંની ભુમિકા ભજવી સૌના મન મોહી લીધા હતા પરંતુ એ પછી આવેલી હેપ્પી ભાગ જાયેગી બોક્સ ઓફિસ પર સારો શો નહોતી કરી શકી. બોલિવૂડમાં […]

Uncategorized
ssc જાણીતી કોસ્મેટીક કંપની એસ્ટી લાદરેની બ્રાન્ડ એમ્બેસેડર બનેલી આ એક્ટ્રેસને ફિલ્મો નથી મળી રહી,બોલો

મુંબઇ,

દુનિયાની જાણીતી કોસ્મેટીક કંપની એસ્ટી લાદરે જાણીતી એક્ટ્રેસ ડાયેના પેન્ટીને બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા પછી પણ તે નિરાશ છે કેમ કે તેના હાથ પર ફિલ્મો નથી.અત્યંત ખુબસુરત લાગતી ડાયેનાએ કોકટેલ ફિલ્મમાં મીરાંની ભુમિકા ભજવી સૌના મન મોહી લીધા હતા પરંતુ એ પછી આવેલી હેપ્પી ભાગ જાયેગી બોક્સ ઓફિસ પર સારો શો નહોતી કરી શકી.

બોલિવૂડમાં પગ સ્થિર નહીં થતાં હવે ડાયના પેન્ટી અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે પણ ઇચ્છુક છે. ડાયના હાલમાં ખુબ ઓછી હિન્દી ફિલ્મ કરી રહી છે. કોકટેલ રીલીઝ થયા પછી તે ચાર વર્ષે ફિલ્મોમાં જોવા મળી હતી.ડાયેના કહે છે કે મારે એકદમ જુદા પ્રકારની ફિલ્મ કરવી છે અને હું હંમેશા એવી સ્ક્રીપ્ટ શોધતી હોઉ છું.

Image result for diana penty happy bhag jayegi

ડાયના પેન્ટીની છેલ્લી ફિલ્મ હેપ્પી ભાગ જાયેગી હતી. જે 30 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. ફિલ્મ 26કરોડની કમાણી કરી શકી હતી. સોનાક્ષી સિંહાની પણ આ ફિલ્મમાં ટુંકી ભૂમિકા હતી.

2018માં ડાયેનાની ત્રણ ફિલ્મો આવી હતી જેમાં પોખરણ અને હેપ્પી ભાગ જાયેગી નામની ફિલ્મનો સમાવેશ થાય છે.એ સિવાય લખનૌ સેન્ટ્રલમાં તેનો રોલ હતો.

Image result for diana penty happy bhag jayegi

પોખરણમાં જહોન અબ્રાહમની ભૂમિકા મુખ્ય હતી. જેમાં ડાયનાની ભૂમિકા હતી. વર્ષ 1998માં રાજસ્થાનના પોખરણ ખાતે કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ પર આધારિત આ ફિલ્મ હતી. જે માહિતીસભર ફિલ્મ હોવાની સાથે સાથે સંદેશ પણ લઇને આવી હતી.

ડાયના પેન્ટી કેટલીક ફિલ્મની ઓફરને ફગાવી ચુકી છે. તેની પાસે નાની ભૂમિકાવાળી ફિલ્મની ઓફર આવી રહી છે. જોકે તે સારી અને પડકારરૂપ ફિલ્મમાં કામ કરવા માટે આશાવાદી છે. તે  ફિલ્મ કોકટેલ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરી ગઇ હતી.

Image result for diana penty happy bhag jayegi