Not Set/ સ્વતંત્રતા ખાસ પર્વ પર રિલીઝ કરવામાં આવ્યું ‘પલટન’નું આ પોસ્ટર..

મુંબઈ જેપી દત્તાની આગામી ફિલ્મ ‘પલટન’નું ન્યુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેપી દત્તા એકવાર ફરી બોર્ડર વોર પર બેસ્ડ મુવી લઈને આવી રહ્યા છે. સ્વતંત્રતા જેવા ખાસ દિવસે આ પોસ્ટરને રિલીઝ કરવામાં આવ્યું છે. મુવીના આ શાનદાર પોસ્ટરમાં ફિલ્મના કાસ્ટને સેલ્યૂટ કરતા નજરે પડી રહ્યા છે. 13 ઓગસ્ટના દિવસે ફિલ્મ ‘પલટન’નું ટાઈટલ ટ્રેક ‘વંદે […]

Trending Entertainment Videos
સ્વતંત્રતા ખાસ પર્વ પર રિલીઝ કરવામાં આવ્યું 'પલટન'નું આ પોસ્ટર..

મુંબઈ

જેપી દત્તાની આગામી ફિલ્મ ‘પલટન’નું ન્યુ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેપી દત્તા એકવાર ફરી બોર્ડર વોર પર બેસ્ડ મુવી લઈને આવી રહ્યા છે. સ્વતંત્રતા જેવા ખાસ દિવસે આ પોસ્ટરને રિલીઝ કરવામાં આવ્યું છે. મુવીના આ શાનદાર પોસ્ટરમાં ફિલ્મના કાસ્ટને સેલ્યૂટ કરતા નજરે પડી રહ્યા છે.

13 ઓગસ્ટના દિવસે ફિલ્મ ‘પલટન’નું ટાઈટલ ટ્રેક ‘વંદે માતરમ્’ પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોંગની જેમ જ આ પોસ્ટર પણ દેશના માટે પોતાની જાન ન્યોછાવર કરનાર જવાનોના જ્જ્બાને જાહેર કરે છે.

આ ફિલ્મમાં ભૂમિકા નિભાવી રહેલ અર્જુન રામપાલએ પોતાના ઈન્સ્ટા પર પોતાના અલગ અંદાજમાં એક વીડીયો શેર કરી સ્વતંત્રતાની શુભેચ્છાઓ આપી છે. અર્જુનની આ પોસ્ટમાં તિરંગા ફરકાવતા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે તેઓએ કેપ્શનમાં લખ્યું –Happy Independence Day. I love my India.

આપને જણાવી દઈએ કે, ‘પલટન’થી જેપી દત્તા 12 વર્ષ પછી ફિલ્મ સ્ક્રીન પર પાછા ફરી રહ્યા છે. તેઓ વોરની ફિલ્મો બનાવવા માટે પ્રસિદ્ધ છે. બોર્ડર પછી, જેપી દત્તા મોટી હિટની રાહ જોઈ રહ્યા છે. તેમની ફિલ્મ ‘રેફ્યુજી’, ‘ઉમરાવ જાન’ અને LoC ‘કારગિલ’એ કઈ ખાસ બિઝનેશ કર્યો નથી. ‘પલટન’ તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.

‘પલટન’માં  જેકી શ્રોફ, અર્જુન રામપાલ, શક્તિ કપૂરનો પુત્ર સિદ્ધાંત કપૂર, લવ સિન્હા, હર્ષવર્ધન રાણે, સોનુ સૂદ, ગુરુમીત ચૌધરી વગેરે મુખ્ય ભૂમિકા ભજવવી રહ્યા છે. અભિષેક બચ્ચન અગાઉ ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી. પરંતુ પાછળથી તેમણે ફિલ્મ છોડી દીધી. નાયિકાઓ વિશે વાત કરવામાં આવે તો, તેમાં ઈશા ગુપ્તા, સોનલ ચૌહાણ અને દીપિકા કક્કડ જોવા મળશે.આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

ટાઈટલ ટ્રેક વીડીયો..