Not Set/ ટ્રકચાલકે લીધા ત્રણ લોકોને અડફેટે, કમકમાટીભર્યા મોત સીસીટીવીમાં થયા કેદ

સુરતના સરથાણામાં નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે ત્રણેય લોકોને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે અરેરાટીભર્યા મોત સીસીટીવીમાં કેદ થયા હતા. મળતી માહિતી મુજબ પુત્રને સ્કૂલમાં એડમિશન અપાવવા દાદા સાથે બાઈક પર જઈ રહ્યા હતા અને માતા-પુત્રને ટ્રક ચાલકે અડફેટમાં લઈ કચડી નાંખતા ત્રણેયના સ્થળ પર અરેરાટી ભર્યા મોત નીપજયા હતા. […]

Top Stories Gujarat Surat Trending Videos
farmars 1 ટ્રકચાલકે લીધા ત્રણ લોકોને અડફેટે, કમકમાટીભર્યા મોત સીસીટીવીમાં થયા કેદ

સુરતના સરથાણામાં નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે ત્રણેય લોકોને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે અરેરાટીભર્યા મોત સીસીટીવીમાં કેદ થયા હતા. મળતી માહિતી મુજબ પુત્રને સ્કૂલમાં એડમિશન અપાવવા દાદા સાથે બાઈક પર જઈ રહ્યા હતા અને માતા-પુત્રને ટ્રક ચાલકે અડફેટમાં લઈ કચડી નાંખતા ત્રણેયના સ્થળ પર અરેરાટી ભર્યા મોત નીપજયા હતા.

આ કમકમાટીભરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. ટ્રક ચાલક બેફામ ઝડપે આવી રહ્યો છે અને અચાનક બાઇકચાલકને કચડી નાખ્યો. ત્યારે આ ઘટનાને પગલે લોકોમાં હોબાળો મચી ગયો હતો. ત્યારે આ મામલે પોલીસે ટ્રક ચાલક વિરુદ્વ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં બેફામ દોડતાં ભારેવાહનો પર કાબુ મેળવવામાં ટ્રાફિક પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે. બીઆરટીએસના કારણે રોડ સાંકડો થતાં અકસ્માતો થઇ રહ્યા છે. પાલિકા અને પોલીસને કંઇ પડી નથી. ત્યારે સામાન્ય લોકો મોતને ભેટી રહ્યા છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવાય તેવી સ્થાનિકોની માંગણી છે.