મુંબઈ
ટાઈગર શ્રોફ તેના નાના કરિયરમાં પણ ખુબ જ મોટું નામ મેળવ્યું છે. બાગી અને બાગી 2 જેવી ફિલ્મો બતાવીને યંગસ્ટર્સ પોતાની તરફ આકર્ષિત કરી લીધા છે. જબરદસ્ત એક્શન, માઈન્ડ બ્લોઇંગ બોડી અને શાનદાર ડાન્સ વાળા ટાઈગર શ્રોફ પાસે ફિલ્મોની લાઈન લાગેલી છે.

તેઓ હાલ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ના શુટિંગમાં વ્યસ્ત છે. આ પછી તે સુપરસ્ટાર હૃતિક રોશનના સાથે ધમાકેદાર ફિલ્મમાં નજરે પડશે. તો તેમની ફિલ્મ બાગી 2 રિલીઝ પેહલા જ ફિલ્મ બાગી 3ની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્માં ટાઈગરનું કામ જોઇને નિર્માતા સાજીદ નાડીયાદવાલા એટલા ખુશ હતા કે તેઓએ ફિલ્મની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી હતી.

હવે ટાઈગર તેમની આ ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. ફિલ્માં એકવાર ફરી ટાઈગર તેમની પાવરપેક પરફોર્મન્સ આપતા જોવા મળશે. માહિતી અનુસાર ટાઈગર આગામી વર્ષે મે અથવા તો જુનમાં બાગી 3નું શુટિંગ શરુ કરી દેશે. ત્યાં સુધી તેઓ હૃતિક રોશન સાથે તેમની એક્શન ફિલ્મનું શુટિંગ પૂર્ણ કરશે. ફિલ્મના આ ત્રીજા ભાગનું નિર્દેશન પણ અહમદ ખાન જ કરશે. ફિલ્મની ખાસ વાત એ છે કે ત્રીજા ભાગમાં સાજીદ નવી એક્ટ્રેસને લોન્ચ કરશે. આ પહેલા બે ભાગોમાં શ્રદ્ધા કપૂર અને દિશા પાટની ફીમેલ લીડ રોલમાં જોવા મળી હતી.

હવે જોવાનું એ રહેશે કે સાજીદ અને અહમદ મળીને ટાઈગર માટે કંઈ નવી હિરોઈન લાવે છે. આમ પણ ટાઈગરની કોઈ પણ નવી એક્ટ્રેસ સાથે કામ કરવામાં કોઈ પણ મુશ્કેલી નથી આવતી. તેઓએ કૃતિ સેનન, દિશા પાટની જેવી હિરોઇન્સ સાથે કામ કર્યું છે અને હાલ ‘સોટી 2’માં અનન્યા પાંડે અને તારા સુતરીયાના સાથે કામ કરી રહ્યા છે.
