Not Set/ ‘કબીર સિંહ’માં શાહિદ કપૂર સાથે જોવા મળશે ટીના સિંહ

મુંબઇ, શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ‘ની ઘણા સમય ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મ તેલુગુ ફીલીમ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં શાહિદ સાથે કિયારા અડવાણી ઉપરાંત નવોદિત અભિનેત્રી ટીના સિંહ પણ દેખાશે. અહેવાલોનું માનવામાં આવે તો ટીના સાથે શાહિદ કપૂરે  તેમની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.જ્યારે ટીનાને શાહિદ સાથે કામ કરવાના […]

Uncategorized Entertainment
be 1 'કબીર સિંહ'માં શાહિદ કપૂર સાથે જોવા મળશે ટીના સિંહ

મુંબઇ,

શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ‘ની ઘણા સમય ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મ તેલુગુ ફીલીમ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં શાહિદ સાથે કિયારા અડવાણી ઉપરાંત નવોદિત અભિનેત્રી ટીના સિંહ પણ દેખાશે.

અહેવાલોનું માનવામાં આવે તો ટીના સાથે શાહિદ કપૂરે  તેમની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે.જ્યારે ટીનાને શાહિદ સાથે કામ કરવાના અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું, ‘શાહિદ સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો. ફિલ્મના દિગ્દર્શક સંદીપે મને ઓરિજનલ ફિલ્મ બતાવી હતી. જોકે તેમણે મને ફિલ્મમાં કામ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. ‘

આપને જણાવી દઈએ કે ટીના આ પહેલા વેબ સીરીઝ ‘બ્રોકન બટ બ્યુટીફુલ’ માં જોવા મળી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, દિલ્હી અને મસૂરીમાં થશે. ફિલ્મમાં શાહિદના 4 અલગ અલગ લૂકમાં દેખાશે અને ત્રણ મહિનાથી વધારે સમયથી ફિલ્મની તૈયારી શરૂ થઈ ગઈ છે. આને પ્રોડ્યુસ કરે છે T-Series અને Cine1 સ્ટુડિયોઝ પ્રોડક્શન.