Not Set/ દુનિયાની રખેવાળી કરવાનો ઠેકો અમેરિકાએ નથી લીધો : રાષ્ટ્રપતિ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનીયા ટ્રમ્પ અચાનક ઈરાક પહોચી ગયા હતા. ઈરાકમાં રહેલા અમેરિકન સૈનિકોને ક્રિસમસની શુભેરછા આપવા માટે બુધવારે રાત્રે પહોચી ગયા હતા. રાષ્ટ્રપતિના બન્યા પછી આ ટ્રમ્પની પ્રથમ ઈરાકની યાત્રા છે. તેમણે ઈરાકમાં પોતાની પ્રથમ યાત્રા દરમ્યાન કહ્યું કે અમેરિકાએ દુનિયાની રખેવાળી કરવાનો ઠેકો નથી લઇ રાખ્યો. અને બીજા દેશોને […]

Top Stories World Trending
trump rt 02 jpo દુનિયાની રખેવાળી કરવાનો ઠેકો અમેરિકાએ નથી લીધો : રાષ્ટ્રપતિ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનીયા ટ્રમ્પ અચાનક ઈરાક પહોચી ગયા હતા. ઈરાકમાં રહેલા અમેરિકન સૈનિકોને ક્રિસમસની શુભેરછા આપવા માટે બુધવારે રાત્રે પહોચી ગયા હતા.

Image result for donald trump in iraq

રાષ્ટ્રપતિના બન્યા પછી આ ટ્રમ્પની પ્રથમ ઈરાકની યાત્રા છે. તેમણે ઈરાકમાં પોતાની પ્રથમ યાત્રા દરમ્યાન કહ્યું કે અમેરિકાએ દુનિયાની રખેવાળી કરવાનો ઠેકો નથી લઇ રાખ્યો. અને બીજા દેશોને પણ આ જવાબદારી વહેચવા માટે કહ્યું હતું.

Image result for donald trump in iraq

ઈરાકમાં રહેલા અમેરિકાના સૈનિકો ટ્રમ્પને અચનાક જોઇને ખુશ થઇ ગયા હતા.તેમણે ત્યાં સૈનિકો અને પત્રકારોને સંબોધીને કહ્યું કે અમેરિકા વારંવાર દુનિયાની રખેવાળી કરવાનો ઠેકો ન લઇ શકે. વધુમાં તેમણે કહ્યું હતું કે અમેરિકા પર જો કોઈ આતંકવાદીએ હુમલો કર્યો તો દેશ તેને કડક જવાબ આપશે. તેમણે સૈનિકોને કહ્યું કે જો કઈ પણ થશે તો જેણે અત્યાર સુધી કોઈ પરિણામ નથી ભોગવ્યું તેવું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

Image result for donald trump in iraq

રાષ્ટ્રપતિએ સીરિયા દેશમાંથી પોતાના સૈનિકો પાછા બોલાવી લીધા છે. આ નિર્ણય અને આઈએસ વિરુદ્ધના કામની જવાબદારી છોડી દેવાનો બચાવ કરતા કહ્યું કે આ યોગ્ય નથી કે આપણે બધો ભાર બીજા ઉપર નાખી દઈએ.

ગયા અઠવાડિયે ટ્રમ્પે અચાનક ઘોષણા કરી હતી કે અમેરિકા સીરિયા દેશમાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવી રહ્યું છે. સીરિયાને હવે અમેરિકાને જરૂર નથી કેમ કે આઈએસને હરાવી દેવામાં આવ્યું છે.