Electric Vehicles/ Royal Enfield પણ ઈલેક્ટ્રિક મોટરસાઈકલન બનાવવાનું શરૂ કરશે, જાણો શું હશે ખાસ

બાઇક સાથે 8 થી 10 કિલોવોટ-અવર બેટરી પેક આપવામાં આવી શકે છે, જે મજબૂત ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ હશે. હાલના માર્કેટ ટ્રેન્ડને જોતા એવું લાગે છે કે બાઇકની મોટર 40 Bhp પાવર અને 100 Nm પીક ટોર્ક…

Trending Tech & Auto
Royal Enfield Electric

ઓગસ્ટ 2020 માં રોયલ એનફિલ્ડના CEO વિનોદ દાસારીએ પુષ્ટિ કરી હતી કે આઇશરની માલિકીની કંપની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ સેગમેન્ટમાં પ્રવેશવાનું આયોજન કરી રહી છે. આ જાહેરાત પછી ભારતીય મોટરસાઇકલ ઉત્પાદકે 2020-21 માટેના તેના વાર્ષિક અહેવાલમાં પણ જણાવ્યું કે કંપની બાઇકની ઇલેક્ટ્રિક રેન્જ પર કામ કરી રહી છે. TVS, Hero, Ather અને BMW જેવી મોટી ઓટોમેકર્સ ભારતમાં આવનારા થોડા મહિનામાં તેમના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ લોન્ચ કરવા માટે તૈયાર છે, ત્યારે રોયલ એનફિલ્ડ પણ સખત સ્પર્ધા આપવા માટે તૈયાર છે.

રોયલ એનફિલ્ડના મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ લાલે પુષ્ટિ કરી છે કે રોયલ એનફિલ્ડની ઈલેક્ટ્રિક બાઈકને ભારતમાં અને વિદેશી બજારમાં પહોંચાડવા માટે પ્રોડક્શન લાઇન તૈયાર કરવામાં આવી છે. સરકારના વિઝન પર કામ કરીને પર્યાવરણ અને લોકોના ભવિષ્યની ચિંતા સિવાય ચેન્નાઈ સ્થિત આ કંપની ટૂંક સમયમાં બાઇકના ઇલેક્ટ્રિફિકેશનનું કામ કરશે. વિનોદે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે રોયલ એનફિલ્ડે ઈલેક્ટ્રિક બાઈકના પ્રોટોટાઈપ તૈયાર કર્યા છે અને તેનું પ્રોડક્શન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. એવો અંદાજ છે કે કંપની નવા ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રિક મોટરસાઇકલ તૈયાર કરશે અને તેની સાથે લેટેસ્ટ ફીચર્સ આપવામાં આવશે.

Royal Enfield 2023 માં ક્યાંક ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું ઉત્પાદન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આની તૈયારીમાં યુનાઇટેડ કિંગડમ સ્થિત કંપનીની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિંગ ઇલેક્ટ્રિક બાઇકના પ્રોટોટાઇપ તૈયાર કરી રહી છે. આના પર સતત કામ ચાલી રહ્યું છે અને યોગ્ય સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાઇક સાથે 8 થી 10 કિલોવોટ-અવર બેટરી પેક આપવામાં આવી શકે છે, જે મજબૂત ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ હશે. હાલના માર્કેટ ટ્રેન્ડને જોતા એવું લાગે છે કે બાઇકની મોટર 40 Bhp પાવર અને 100 Nm પીક ટોર્ક હશે.

mantavya cyclothon to spread awareness about Organ donation
 

આ પણ વાંચો: Kashmir Infiltration/ કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ એક આતંકીને ઠાર કર્યો

આ પણ વાંચો: કલંક/ ગોંડલમાં બે મહિનાની બાળકીને ડામ દેતો દાહોદનો આ ભૂવો : શું સજા થવી જોઈએ?

આ પણ વાંચો: National/ ‘ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ હારી જશે…’, ચિંતન શિવર પછી પ્રશાંત કિશોરની મોટી આગાહી