World/ કપલ હોટલમાં જમવા ગયું, અને ચોરી કરી આટલા કરોડની દુર્લભ વાઇનની બોટલ

આ વાઇન ફ્રાંસની એક ખાસ વાઇન નિર્માતા દ્વારા બનાવવામાં આવી હતી, જે હોટેલ એટ્રિયોની ખાસ વાઇનમાંથી એક હતી. હોટલના માલિકે દંપતી પર ચોરીનો આરોપ લગાવ્યો છે.

World Trending
હોટેલ એટ્રિઓ કપલ હોટલમાં જમવા ગયું, અને ચોરી કરી આટલા કરોડની

હોટલમાંથી સામાન ચોરવો એ ઘણા લોકોની એક સામાન્ય આદત હોય છે. ઘણા સારા ઘરના લોકો પણ ઘણી વાર હોટેલમાંથી સામાન ચોરી કરતા પકડતા હોય છે. આવી જ એક ઘટના કાસિરાસ શહેરમાં સામે આવી છે. વાસ્તવમાં, અહીંની એક હોટેલ એટ્રિઓ તેના ફૂડ અને તેના વાઇન કલેક્શન માટે પ્રખ્યાત છે. આ હોટલમાંથી 45 જેટલી દારૂની બોટલો ચોરાઈ હતી. ખાસ વાત એ છે કે આ બોટલો 19મી સદીની હતી. ચોરાયેલી બોટલોમાંથી એકની કિંમત 3 કરોડ રૂપિયા (દુર્લભ વાઇનની બોટલ) હતી.

1806ની Chateau Diaquem Wines નામની વાઇનની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ હતી. આ વાઇન ફ્રાંસની એક ખાસ વાઇન નિર્માતા દ્વારા બનાવવામાં આવી હતી, જે હોટેલ એટ્રિયો ની ખાસ વાઇનમાંથી એક હતી. હોટલના માલિકે દંપતી પર ચોરીનો આરોપ લગાવ્યો છે. હોટેલ એટ્રિઓ ના માલિક જોસ પોલોએ દંપતી પર ચોરીનો આરોપ લગાવ્યો છે. તેઓ કહે છે કે દંપતીએ હોટેલમાં ચેક-ઇન કર્યું હતું અને હોટલની પોતાની મેશલિન રેસ્ટોરન્ટમાં ડિનર લીધું હતું. જ્યારે હોટલનો સ્ટાફ મહિલાને ભોજન આપી રહ્યો હતો. ત્યારે તેનો પતિ ધીમે ધીમે હોટલના ભોંયરામાં, જ્યાં દારૂની બોટલો રાખવામાં આવે છે ત્યાં ઘૂસી ગયો અને ત્યાંથી કિંમતી બોટલોની ચોરી કરી હતી.

National / સરકારે કચરામાંથી આવી રીતે 40 કરોડની કરી કમાણી

National / ભારતીય વેક્સીનનો પાવર, વધુ 5 દેશે આપી માન્યતા, હવે 35 દેશોમાં મુસાફરી કરવી સરળ છે

મોટી સફળતા / દેશની 78 ટકા વસ્તીને કોરોના રસીનો પહેલો ડોઝ મળ્યો

સાવધાન! / ઓનલાઈન ગેમ તીન પત્તીના વ્યસનમાં ગુમાવ્યા રૂ. 10 લાખ અને અંતે ભર્યું આવું પગલું…