Not Set/ ઓનલાઈન ગેમ તીન પત્તીના વ્યસનમાં ગુમાવ્યા રૂ. 10 લાખ અને અંતે ભર્યું આવું પગલું…

મૃતક યુવક છેલ્લા ત્રણ મહિનાથી તીન પત્તી ગેમ રમી રહ્યો હતો. તેને આ ગેમ એટલી ગતમી કે તે તેનો એડીકટ બની ગયો હતો. તીન પત્તી રમવા માટે લોકો પાસેથી પૈસા પણ ઉછીના લીધા હતા.

Top Stories India

એવું કહેવાય છે કે વ્યસન કોઈપણ વસ્તુ માટે સારું નથી, પછી ભલે તે ઑનલાઇન રમતોનું વ્યસન હોય કે કોઈ વસ્તુ માટે. મધ્યપ્રદેશના રાજગઢમાં એક યુવકે ઓનલાઈન ગેમ્સના કારણે ટ્રેનની સામે પડીને આત્મહત્યા કરી લીધી. અકસ્માત એટલો દર્દનાક હતો કે યુવકનું માથું અને ધડ કપાઈ ગયું હતું. વાસ્તવમાં યુવકને મોબાઈલમાં તીન પત્તી ગેમ રમવાનો ખૂબ જ શોખ હતો. આ ગેમની લતને કારણે યુવકે આ ગેમમાં 10 લાખ રૂપિયા ગુમાવ્યા. તે લોકો પાસેથી લોન લઈને રમતો રમતો હતો. રમતના કારણે તેના પર લોકોની બહુ મોટું દેવું થઈ ગયુ હતું.  આ કારણથી તે એક મહિનાથી ખૂબ જ પરેશાન હતો.

આ આખો મામલો મધ્યપ્રદેશનો છે. અહીં યુવકની લાશ રેલવે ટ્રેક પર પડી હતી. લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ મૃતદેહ વિનોદ ડાંગીનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ જ આ મામલે કંઇક કહી શકાશે.

દુકાને બેસીને રાત-દિવસ તીન પત્તી રમતો

મૃતક યુવક વિનોદના મિત્રોનું કહેવું છે કે તે છેલ્લા ત્રણ મહિનાથી તીન પત્તી ગેમ રમી રહ્યો હતો. તે આ ગેમ એટલી રમતો કે તેને આ ગેમની લત લાગી ગઈ હતી. તેણે તીન પત્તીની રમત રમવા માટે તેના કોમ્પ્લેક્સના દુકાનદારો પાસેથી પૈસા પણ ઉછીના લીધા હતા. જેમાં તેને 10 લાખ રૂપિયાનું નુકસાન પણ થયું હતું. તે આ રમતનો એટલો દીવાના થઈ ગયો હતો કે તે આખો દિવસ દુકાનમાં બેસીને આ રમત રમતો હતો.

વધુ એક વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ત્રણ બહેનોમાં વિનોદ એકમાત્ર ભાઈ હતો. વિનોદ પરિણીત હતો, તેને બે પુત્રો પણ છે. થોડા દિવસો પહેલા તેણે ઘરમાં ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારજનોની નજર પડતાં તેનો આબાદ બચાવ થયો હતો.

વિનોદ સમૃદ્ધ ઘરનો હતો

વિનોદ સમૃદ્ધ ઘરનો છે. વિનોદના પિતા હેમરાજ ડાંગી મોટા ખેડૂત છે તેમજ બિયારાના ભોપાલ રોડ પર સરપંચ ધાબા પાસે તેમનું મોટું કોમ્પ્લેક્સ છે. તેમાં 7 થી 8 દુકાનો છે. બધી ભાડા પર છે. વિનોદ આ કોમ્પ્લેક્સમાં જતો અને આખો દિવસ આમ જ બેસી રહેતો. તેણે ત્રણ મહિના પહેલા તીન પત્તી ગેમ રમવાનું શરૂ કર્યું હતું. આ ત્રણ મહિનામાં તેણે 10 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. તેમાંથી અડધાથી વધુ લોકો પાસેથી ઉધર લીધેલા હતા.

રાજકીય / રઘુ શર્માના નિવેદન પર રાજકારણ ગરમાયું, CR પાટીલે કહ્યું, …

સાવધાન! / સાયબર ફ્રોડ પણ તહેવારો ઉજવી રહ્યા છે, લોટરી અને ગિફ્ટની લિંક મોકલીને તમારા બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે…

Technology / તમે QR કોડ વિશે ભાગ્યે જ આ બાબતો જાણતા હશો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે

Technology / ઓનલાઈન ઓર્ડરની ડીલીવરી માટે હવે નહિ જોઈએ એડ્રેસ, પોસ્ટલ વિભાગ લાવ્યું છે એક નવો પ્રોજેક્ટ

Technology / WhatsAppની દિવાળી ઓફર, કંપની આપી રહી છે 255 રૂપિયાનું કેશબેક ઓફર