Not Set/ ટોટલ ધમાલની કમાણીનો તોફાની આંકડો, જાણીને રહી જશો દંગ

ટોટલ ધમાલ ફિલ્મ અપેક્ષા કરતાં બમણો બિઝનેસ કરવામાં સફળ રહી છે. ત્રીજા વીકેન્ડ બાદ પણ ફિલ્મ હજી બોકસ ઓફિસ છલકાવી રહી છે. અને લાગે છે કે હજી  હોળી ધૂળેટીના તહેવારનો લાભ પણ  મળશે. આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે ટ્વિટ કરતા એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે  ફિલ્મ અત્યાર સુધીમાં 167 કરોડની ધાકડ કમાણી કરી […]

Uncategorized
madhuri anil 660 031319030114 ટોટલ ધમાલની કમાણીનો તોફાની આંકડો, જાણીને રહી જશો દંગ

ટોટલ ધમાલ ફિલ્મ અપેક્ષા કરતાં બમણો બિઝનેસ કરવામાં સફળ રહી છે. ત્રીજા વીકેન્ડ બાદ પણ ફિલ્મ હજી બોકસ ઓફિસ છલકાવી રહી છે. અને લાગે છે કે હજી  હોળી ધૂળેટીના તહેવારનો લાભ પણ  મળશે.

આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે ટ્વિટ કરતા એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે  ફિલ્મ અત્યાર સુધીમાં 167 કરોડની ધાકડ કમાણી કરી ચૂકી છે. અને ટોટલ ધમાલના ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે  200 કરોડનો આંકડો પાર કર્યો છે તેમજ વિદેશમાં ટોટલ ધમાલની કમાણી 43. 32 કરોડની થઈ છે.

ત્રીજા વીકેન્ડના શરૂઆતમાં એટલે કે શુક્રવારે ફિલ્મે 1.70 કરોડ, શનિવારે  2.76 કરોડ, અને રવિવારે  3,95 કરોડની કમાણી કરી હતી. તો ચોથા વીકની શરૂઆતમાં  સોમવારે  1.40 કરોડ અને મંગળવારે પણ સારી કમાણી કરી હતી. જે ઘણી આશ્ચર્યની વાત છે કારણ કે ફિલ્મ કોમેડી જોનરની હોવાથી લોકોને પસંદ આપશે અને એવરેજ બિઝનેસ કરશે તેવી આશાની વચ્ચે ફિલ્મે દમદાર કમાણી કરી છે.