Not Set/ શિક્ષીકા પર ટ્રકે ફરી વળતા ઘટના સ્થળે મોત, કલાકો સુધી મૃતદેહ પડી રહ્યો રોડ પર

ગાંધીનગર અકસ્માતમાં એકનું મોત ગોકુલપુરા ચોકડી પાસે થયો અકસ્માત ટેન્કરે ટક્કર મારતા થયો અકસ્માત શિક્ષીકાને નડ્યો અકસ્માત ગાંધીનગરના છેવાડાના વિસ્તાર વાવોલમાં આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહેતાં 32 વર્ષીય સાધનાબેન ચૌહાણ ગાંધીનગરમાં આવેલી કડી સ્કૂલમાં ઈગ્લિશ ટીચર હતા, સવારે ટુવ્હિલર લઈને શાળાએ જવા નીકળ્યાં તે દરમિયાન ગોકુળપુરાના એક્સાઈઝ રોડ પર તેમની એક્ટીવા સ્લીપ થઈ જતાં પૂર ઝડપે […]

Uncategorized
gnr accident શિક્ષીકા પર ટ્રકે ફરી વળતા ઘટના સ્થળે મોત, કલાકો સુધી મૃતદેહ પડી રહ્યો રોડ પર
  • ગાંધીનગર અકસ્માતમાં એકનું મોત
  • ગોકુલપુરા ચોકડી પાસે થયો અકસ્માત
  • ટેન્કરે ટક્કર મારતા થયો અકસ્માત
  • શિક્ષીકાને નડ્યો અકસ્માત

ગાંધીનગરના છેવાડાના વિસ્તાર વાવોલમાં આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહેતાં 32 વર્ષીય સાધનાબેન ચૌહાણ ગાંધીનગરમાં આવેલી કડી સ્કૂલમાં ઈગ્લિશ ટીચર હતા, સવારે ટુવ્હિલર લઈને શાળાએ જવા નીકળ્યાં તે દરમિયાન ગોકુળપુરાના એક્સાઈઝ રોડ પર તેમની એક્ટીવા સ્લીપ થઈ જતાં પૂર ઝડપે આવતી ટ્રક અચાનક મહિલા પરથી પસાર થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટનાના કલાકો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી તથા મૃતદેહ પણ હટાવવામાં આવ્યો નહોતો. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મળતી માહિતી મુજબ, વાવોલમાં આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહેતાં 32 વર્ષીય સાધનાબેન ચૌહાણ ગાંધીનગરમાં આવેલી કડી સ્કૂલમાં ઈગ્લિશ ટીચરની ફરજ બજાવે છે. તેઓ સવારે સાત વાગ્યે ટુવ્હિલર (Gj18 AU2739) લઈને શાળાએ જવા નીકળ્યાં હતા. ગોકુળપુરાના એક્સાઈઝ રોડ પરથી પસાર થતી વખતે તેમને ગંદા પાણીથી બચવા માટે ટુવ્હિલર સાઈડમાં લેવા ગયા. તે દરમિયાન એક્ટીવા સ્લીપ થઈ હતી. એટલામાં અચાનક ત્યાંથી પૂરઝપાટાભેર ટ્રક તેમના પરથી પસાર થતાં ઘટનાસ્થળે જ તેનું દર્દનાક મોત થયું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.