Not Set/ હૃદય દ્રાવક/ દેવામાં ડૂબેલા બે પરિવારનાં 9 લોકોએ કરી આત્મહત્યા

તામિલનાડુમાં શુક્રવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે પરિવારોના નવ લોકોએ આત્મહત્યા કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે વિલ્લુપુરમ જિલ્લામાં એક જ પરિવાર સાથે જોડાયેલા પાંચ લોકોએ ઝેરી પદાર્થ સાયનાઇડ પીધા પછી મોત નીપજ્યું હતું અને ડીંડીગુલ જિલ્લામાં એક જ પરિવારના ચાર લોકોએ ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.  એક પરિવારેનાં પ5 લોકોએ […]

Top Stories India
Suicide Note Considered to be a Will e1538828000919 હૃદય દ્રાવક/ દેવામાં ડૂબેલા બે પરિવારનાં 9 લોકોએ કરી આત્મહત્યા

તામિલનાડુમાં શુક્રવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે પરિવારોના નવ લોકોએ આત્મહત્યા કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે વિલ્લુપુરમ જિલ્લામાં એક જ પરિવાર સાથે જોડાયેલા પાંચ લોકોએ ઝેરી પદાર્થ સાયનાઇડ પીધા પછી મોત નીપજ્યું હતું અને ડીંડીગુલ જિલ્લામાં એક જ પરિવારના ચાર લોકોએ ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. 

એક પરિવારેનાં પ5 લોકોએ સાઇનાઇડ ખાઇ કરી આત્મહત્યા

સૂત્રોએ જણાવ્યું હતું કે વિલ્લુપુરમ જિલ્લામાં એક દંપતી લાંબા સમયથી પ્રતિબંધિત નંબર ત્રણની લોટરીમાં નાણાંનું રોકાણ કરી રહ્યું હતું અને તેની પાસે 30 લાખ રૂપિયાની લોન હતી. શરૂઆતમાં, આ દંપતીએ તેમના ત્રણ બાળકોને સાયનાઇડ ખવડાવ્યુંં અને પછીથી તેઓ દ્વારા પણ સાયનાઇડ ખાઇલેવાતા મૃત્યુ પામ્યા હતા. આ ઘટના વિલ્લુપુરમ જિલ્લાના સિથિરિકરાય વિસ્તારના સલામત નગરની છે. અપહત સાયનાઇડ ખાતા પહેલા તેના મોબાઇલ ફોનમાં વિડિઓ ક્લિપિંગ કરી હતી, જેમાં તેણે સમજાવ્યું હતું કે તે આ પગલું શા માટે લઈ રહ્યા છે અને બાદમાં તેને વોટ્સએપ પર તેના મિત્રો સાથે શેર કર્યો હતો. તેણે કહ્યું કે તેણે પૈસા આપનારાઓ પાસેથી ઘણા પૈસા લીધા છે અને 30 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. 

બીજા પરિવારનાં 4 લોકોએ ટ્રેન સામે ઝંપલાવી કરી આત્મહત્યા

બીજી આજ પ્રકારની સામુહિક આત્મહત્યાની ઘટના ડીંડીગુલ જિલ્લાની છે, જ્યાં ચાર લોકો કોડાઇ રોડ સ્ટેશન પર ટ્રેનની આગળ કૂદી પડ્યા હતા. રેલ્વે ટ્રેક પર તેમની વિકૃત લાશ જોઇને સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ, તે વોરાઇઉર વિસ્તારના રહેવાસી હોવાની થવા પામી છે. બીજી ઘટનામાં હાલ પોલીસ દ્રારા સામુહિક આત્મહત્યા કેમ કરવામાં આવી અને સમગ્ર ઘટના શુ છે તે દિશામાં પોલીશ હાલ તપાસ કરી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આ પરિવાર પણ આર્થિક ખપ્પરમા હોવાનું અને દેવાના કરાણે આત્મહત્યા કર્યાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.