Not Set/ પગપાળા બિહાર જતા પરપ્રાતિઓને હાઈસ્પીડે બસે લીધા એડફેટે, 6 મજૂરોનું મોત, અન્ય ઘાયલ

લોકડાઉનમાં કામ બંધ થયા બાદ પરપ્રાંતિય મજૂરો તેમના ઘરે પાછા ફરતાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. પંજાબથી પગપાળા બિહાર પરત ફરતા શ્રમિકોનું માર્ગ અકસ્માતમાં મોત થયુ છે. પંજાબથી 10 મજૂરો તેમના ગૃહ રાજ્ય બિહાર જવા રવાના થયા હતા, પરંતુ તેઓને બુધવારે મોડી રાત્રે મુઝફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઇવે પર એક હાઈસ્પીડ બસને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં […]

India
454ed426599189f924b3893d5742dc5d 1 પગપાળા બિહાર જતા પરપ્રાતિઓને હાઈસ્પીડે બસે લીધા એડફેટે, 6 મજૂરોનું મોત, અન્ય ઘાયલ

લોકડાઉનમાં કામ બંધ થયા બાદ પરપ્રાંતિય મજૂરો તેમના ઘરે પાછા ફરતાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. પંજાબથી પગપાળા બિહાર પરત ફરતા શ્રમિકોનું માર્ગ અકસ્માતમાં મોત થયુ છે. પંજાબથી 10 મજૂરો તેમના ગૃહ રાજ્ય બિહાર જવા રવાના થયા હતા, પરંતુ તેઓને બુધવારે મોડી રાત્રે મુઝફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઇવે પર એક હાઈસ્પીડ બસને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મળતી માહિતી અનુસાર, આ ઘટના મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે પંજાબથી પગપાળા આવતા 10 પરપ્રાંતિય મજૂરોને એક હાઇ સ્પીડ રોડવે બસે અડફેટે લઇ લીધા હતા. ઘટનામાં 6 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલોને મેરઠ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બધા પરપ્રાંતિય મજૂર બિહારનાં ગોપાલગંજ પરત ફરી રહ્યા હતા. મુઝફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઇવે પર, ઘલૌલી ચેકપોસ્ટથી થોડેક આગળ વધ્યા હતા કે તે રોહના ટોલ પ્લાઝા નજીક આ અકસ્માત બન્યો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રોડવે બસને ટ્રેક કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.