Not Set/ ‘પટાખા’નું ટ્રેલર રિલીઝ, વિજય રાજ સાથે ગુત્થીનો આ અંદાજ કરી દેશે તમને હેરાન..

મુંબઈ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડારેક્ટર અને સંગીતકાર વિશાલ ભારદ્વાજની ઓળખ સંવેદનશીલ વિષયો પર એક અલગ પ્રકારનું સિનેમા બનાવવા માટે છે. આ વખતે વિશાલે કોમેડી પર પોતાનું નશીબ અજમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફિલ્મનું શીર્ષક ‘પટાખા’ છે આગામી મહિને 28 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 ઓગસ્ટના રોજ આ ફીમના નિર્મતાઓએ […]

Trending Entertainment Videos
fh 'પટાખા'નું ટ્રેલર રિલીઝ, વિજય રાજ સાથે ગુત્થીનો આ અંદાજ કરી દેશે તમને હેરાન..

મુંબઈ

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડારેક્ટર અને સંગીતકાર વિશાલ ભારદ્વાજની ઓળખ સંવેદનશીલ વિષયો પર એક અલગ પ્રકારનું સિનેમા બનાવવા માટે છે. આ વખતે વિશાલે કોમેડી પર પોતાનું નશીબ અજમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફિલ્મનું શીર્ષક ‘પટાખા’ છે આગામી મહિને 28 સપ્ટેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

14 ઓગસ્ટના રોજ આ ફીમના નિર્મતાઓએ ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલર ખુબ જ અસરકારક છે. સિનેમેટિક દર્શકો સુનિલ ગ્રોવરના જુદા જુદા અંદાજોમાં જોવા મળશે.

‘પટાખા’ કોમેડીથી ભરપુર મુવી છે. આ બે અપરિણીત બહેનોની વાર્તા છે- બડકી અને છુટકી. બંને બહેનો રાજસ્થાનના એક નાનકડા ગામડાની છે, જે હંમેશા એકબીજા સાથે ઝગડી જ હોય છે. બિડી પીવે છે અને છોકરાઓ સાથે ફલર્ટ પણ કરે છે. લગ્ન પછી, બંને અહેસાસ થાય છે કે તેઓ એકબીજા સાથે જીવી શકતા નથી પરંતુ એકબીજા વગર રહી પણ નથી શકતી. બંનેની લડાઈ ભારત-પાકિસ્તાન જેવી છે. અભિનેતા વિજય રાજએ છોકરીઓના પિતાની ભૂમિકા ભજવી હતી.

જુઓ ટ્રેલર…

 

ફિલ્મની વાર્તા રાજસ્થાનના લેખક ચરણ સિંહ પાઠકની ટૂંકી વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં, સાન્યા મલ્હોત્રા, સુનિલ ગ્રોવર, રાધિકા મદાન અને વિજય રાજ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. સાન્યા મલ્હોત્રાએ આમિર ખાનની ફિલ્મ દંગલમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.

મોટા સ્ટાર્સ નહીં પંરતુ જબરદસ્ત છે ફિલ્મ

વિશાલ ભારદ્વાજએ ‘મકડી’ દ્રારા નિર્દેશકીય પરી શરુ કરી હતી. તેઓએ ‘મકબુલ’, ‘કમીને’ અને ‘હૈદર જેવી મુવીને નિર્દેશન કરી છે. જોકે, 2014 (હૈદર) પછી થી વિશાલને એક અદદની શોધ હતી. ગયા વર્ષે સૈફ અલી ખાન, શાહિદ કપૂર અને કંગના રનૌતને લઈને તેઓએ ‘રંગૂન’ બનાવી હતી. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કઈ ખાસ કરી શકી નહતી. વિશાલે એક સેલિબ્રિટી સ્ટાર વિના ‘પટાખા’ જેવી ફિલ્મ બનાવી વગર જોખમ લીધું હતું. ટ્રેઇલરમાં, ફિલ્મની વાર્તા અને અભિનેતાઓની ભૂમિકા મહાન લાગે છે.