Not Set/ વિકી કૌશલની હૈયાવરાળઃ કહ્યું આતંકવાદીઓને આપો જડબાતોડ જવાબ

મુંબઇ, બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલે ઉરી હુમલા પર આધારિત ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં શાનદાર એક્ટિંગ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. ત્યારે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાથી વિક્કી કૌશલ ઘણો સંવેદનશીલ થઈ ગયો છે. વિક્કી કૌશલે શહીદ જવાનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી તેમજ તેણે શહીદ જવાનોના પરિવાર માટે આર્થિક મદદ કરવા સૌને […]

Uncategorized
rre 3 વિકી કૌશલની હૈયાવરાળઃ કહ્યું આતંકવાદીઓને આપો જડબાતોડ જવાબ

મુંબઇ,

બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલે ઉરી હુમલા પર આધારિત ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકમાં શાનદાર એક્ટિંગ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. ત્યારે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાથી વિક્કી કૌશલ ઘણો સંવેદનશીલ થઈ ગયો છે. વિક્કી કૌશલે શહીદ જવાનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી તેમજ તેણે શહીદ જવાનોના પરિવાર માટે આર્થિક મદદ કરવા સૌને આગળ આવવાની પણ અપીલ કરી હતી.અને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વિક્કી કૌશલે કહ્યું કે મને એવું લાગે છે કે મેં અંગતપણે કંઇક ગુમાવી દીધું છે. આતંકવાદને કડક જવાબ આપવો જોઈએ. એક દેશના હોવાથી આપણે એકસાથે આવવુ જોઈએ અને શહીદ જવાનના પરિવારને ભાવુકતાથી આર્થિક મદદ કરવી જોઈએ.આપણી પ્રાર્થનાઓ તેમની સાથે છે તેણે ટ્વિટમાં લખ્યું હતું કેપુલવામાં આતંકવાદી હુમલાના સમાચારથી મને ખૂબ દુઃખ થયું,

નોંધનીય છે કે વિક્કી કૌશલ ઉપરાંત બોલિવૂડના ઘણા અભિનેતા અભિનેત્રીઓએ શહીદ જવાનો માટે સંવેદનાઓ વ્યકત કરી હતી. પુલવામાં આતંકવાદી હુમલાની અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, શાહરૂખ ખાન, સલમાન ખાને પણ નિંદા  કરી હતી. સલમાને લખ્યું હતું કે મારી લાગણી દેશના જવાનો અને તેમના પરિવાર માટે છે જેમણે આપણી રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું છે.