મુંબઇ,
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલ તેમની બંને ફિલ્મોની સફળતાને એન્જોય કરી રહી છે. તેમની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ ની ઘણી પ્રશંસા થઈ હતી અને હવે રણવીર સિંહ સાથે ‘સિમ્બા’ બોક્સ ઓફિસ પર સુપરહિટ દેખાઈ રહી છે. બીજી ફિલ્મમાં પણ સારા અલીના પરફોર્મન્સના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.
સારા સોશિઅલ મીડિયા પણ ખૂબ જ સક્રિય રહે છે. તે વારંવાર તેની ઇવેન્ટ્સ અને ફોટોશૂટની તસ્વીર ઇન્સ્તાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેને સનબાથ લેતા એક ફોટો સોશિઅલ મીડિયા પર શેર કર્યો છે. આ તસ્વીરમાં સારા અલી ખાનના હાથમાં એક એપલ દેખાય રહ્યું છે. પીળા રંગના આઉટફિટમાં સારા જોવા મળી રહી છે. આ ફોટો પોસ્ટ કરતા સારાએ લખ્યું કે ‘રોજ એક એપલ ખાઓ, બિમારીઓને દૂર ભગવો.’
આપને જણાવી દઈએ કે સતત 2 સુપરહિટ ફિલ્મ્સ આપ્યા પછી સારા અલી ખાનને ફિલ્મ ‘લવ આજ કાલ 2’ની ઓફર મળી છે. ઈમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં સારા, કાર્તિક આર્યન સાથે જોવા મળશે.