Not Set/ જુઓ, જબરદસ્ત છે જ્હોન અબ્રાહમની Romeo Akbar Walter નું ટીઝર

મુંબઇ, બોલિવૂડ ફિલ્મો ‘પરમાણુ’ અને ‘સત્યમેવ જયતે’ જેવી ફિલ્મોમાં યુનિફોર્મમાં જોવા મળેલ જ્હોન અબ્રાહમ એક વાર ફરીથી ધમાકેદાર રીતે પડદા પર દેશભક્તિ વાળી ફિલ્મ સાથે પરત આવવા માટે તૈયાર છે. જ્હોનની ફિલ્મ ‘રોમિયો અકબર વોલ્ટર’ ઑફિશિયલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક ભારતીય જાસૂસની સ્ટોરી છે. જ્હોન અબ્રાહમે શુક્રવાર સાંજે આ ફિલ્મમાં ઘણા બધા […]

Trending Entertainment
mkk 6 જુઓ, જબરદસ્ત છે જ્હોન અબ્રાહમની Romeo Akbar Walter નું ટીઝર

મુંબઇ,

બોલિવૂડ ફિલ્મો ‘પરમાણુ’ અને ‘સત્યમેવ જયતે’ જેવી ફિલ્મોમાં યુનિફોર્મમાં જોવા મળેલ જ્હોન અબ્રાહમ એક વાર ફરીથી ધમાકેદાર રીતે પડદા પર દેશભક્તિ વાળી ફિલ્મ સાથે પરત આવવા માટે તૈયાર છે. જ્હોનની ફિલ્મ ‘રોમિયો અકબર વોલ્ટર’ ઑફિશિયલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક ભારતીય જાસૂસની સ્ટોરી છે.

જ્હોન અબ્રાહમે શુક્રવાર સાંજે આ ફિલ્મમાં ઘણા બધા લુક્સ સોશિઅલ મીડિયા પર શેર કર્યા હતા. તેના પછી આ ફિલ્મનું ટીઝર શેર કરવામાં આવ્યું. ટીઝરની શરૂઆતમાં એક માતા પોતાના પુત્રને જણાવે છે કે તે બાળપણમાં પ્રજાસત્તાક દિવસની પરેડ પર કેટલું ઉત્સાહિત થતો હતો. તેના પછી જ્હોન અબ્રાહમને અલગ અલગ લુક્સમાં બતાવવામાં આવે છે જે ચોક્કસપણે ફિલ્મ માટે તમારા રસ જાગૃત કરશે.

જુઓ, ટીઝર…

આપને જણાવી દઈએ કે આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત, કાશ્મીર અને નેપાળ જેવી જગ્યાઓએ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જ્હોન સિવાય, મોની રોય, જેકી શ્રોફ અને સિકંદર ખેર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં જ્હોન 8 અલગ-અલગ લુક્સ જોવા મળશે. ફિલ્મનું ડાયરેક્શન રોબી ગ્રેવાલે કર્યું છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ 12 એપ્રિલના રોજ રિલીઝ થશે.