Not Set/ ઈરફાન ખાનની બિમારીને લઈને પત્નિએ શું કહ્યું, વાંચો

મુંબઈ, બોલીવુડ સ્ટાર અભિનેતા ઈરફાન ખાનની બિમારીને લઈને છેલ્લા કેટલાક દિવસથી અટકળો ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે પ્રથમ વખત ઈરફાન ખાનની પત્ની સુતાપાએ ફેસબુક પર પોતાનુ નિવેદન જાહેર કર્યુ છે. સુતાપાએ જણાવ્યુ છે, કે ઈરફાનને એક ગંભીર બિમારી થઈ છે. લોકોએ આ મુદ્દે અટકળો લગાવવાની જરૂરી નથી. તપાસમાં જે પણ સામે આવશે તે હું […]

Entertainment
momo ઈરફાન ખાનની બિમારીને લઈને પત્નિએ શું કહ્યું, વાંચો

મુંબઈ,

બોલીવુડ સ્ટાર અભિનેતા ઈરફાન ખાનની બિમારીને લઈને છેલ્લા કેટલાક દિવસથી અટકળો ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે પ્રથમ વખત ઈરફાન ખાનની પત્ની સુતાપાએ ફેસબુક પર પોતાનુ નિવેદન જાહેર કર્યુ છે. સુતાપાએ જણાવ્યુ છે, કે ઈરફાનને એક ગંભીર બિમારી થઈ છે. લોકોએ આ મુદ્દે અટકળો લગાવવાની જરૂરી નથી. તપાસમાં જે પણ સામે આવશે તે હું પોતે તમને જણાવીશ.

સુતાપાએ વધુમાં લખ્યુ છે, કે મારો બેસ્ટ ફ્રેન્ડ અને મારો પાર્ટનર એક યૌદ્ધા છે. તે જીવનના તમામ અવરોધ સામે મક્કમતાથી લડે છે. લોકોના મેસેજ અને ફોનનો જવાબ ન આપવી શકવા બદલ હું માફી માંગુ છું, પરંતુ જે પણ લોકો ઈરફાન માટે પ્રાર્થના અને ચિંતા કરી રહ્યા છે હું તેમની આભારી છું.

હું ભગવાન અને પોતાના જીવનસાથીની પણ આભારી છું. જેણે મને દરેક પરિસ્થિતિનો  મક્કમતાથી સામનો કરતા શિખવ્યુ છે. અત્યારે ઈરફાનનુ યુદ્ધ જીતવાની રણનીતિ તૈયાર કરી રહી છું. આ યુદ્ધ મારે કોઈપણ ભોગે જીતવાનુ છે. ઈરફાન વિનાનુ જીવન ક્યારેય પણ સરળ હતુ નહીં અને હશે પણ નહીં.  પરંતુ ઈરફાનના પરિવાર, મિત્રો અને સમર્થકોએ ઉમ્મીદ ઉભી કરી છે જેને લઈ હું આશાવાદી છું. મને પુરો વિશ્વાસ છે કે આ લડાઈ હું જીતીને રહીશ. સમર્થકોને અપીલ છે કે કોઈપણ પ્રકારની ખોટી અટકળોમાં સમય અને શક્તિ  ખર્ચ્યા વિના તેના માટે પ્રાર્થના કરે.