Not Set/ ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા સિડનાઝ, કરી ચુક્યા હતા સિક્રેટ સગાઈ

સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ કૌર ગિલ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. અહેવાલ છે કે તેઓ આ વર્ષના ડિસેમ્બરમાં લગ્ન પણ કરવાના હતા. તેમની ગુપ્ત સગાઈ…

Trending Entertainment
સગાઈ

પ્રખ્યાત ટીવી અભિનેતા અને ફિટનેસ ફ્રીક સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ એટેકથી નિધન થયું. શુક્રવારે સિદ્ધાર્થ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો છે. તેના અચાનક મૃત્યના કારણે સમગ્ર મનોરંજન જગતમાં અને તેમના ફેન્સમાં ભારે શોકની લાગણી છવાઈ છે. સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ કૌર ગિલ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. અહેવાલ છે કે તેઓ આ વર્ષના ડિસેમ્બરમાં લગ્ન પણ કરવાના હતા. તેમની ગુપ્ત સગાઈ થઇ ગઈ હતી. પરંતુ હવે સિદ્ધાર્થે શહનાઝને એકલી મુકીને જતો રહ્યો છે.

આ પણ વાંચો : ઋષિ કપૂરના જન્મદિવસ પર ચાહકોને મળી ભેટ, પુત્રી રિદ્ધિમાએ તેમની છેલ્લી ફિલ્મનું પોસ્ટર કર્યું શેર

મળતી માહિતી અનુસાર, આ કપલ છેલ્લા ઘણા દિવસોથી પોતાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતું. તેમના લગ્નમાં 3 દિવસના ઈવેન્ટ હતા.સિદ્ધાર્થ અને શેહનાઝના પરિવાર સિવાય તેમના મિત્રોએ પણ આ વાત ખૂબ જ ખાનગી રાખી હતી. બિગબોસના ઘરથી પ્રખ્યાત થયેલી સિડનાઝની જોડી પોતાનો મુકામ પર પહોંચતા પહેલા જ તૂટી ગઈ. સિદ્ધાર્થ અને સહેનાઝને એક સાથે ફેન્સ માત્ર જૂના વીડિયો અને ફોટોઝમાં જ જોઈ શકશે.

a 45 ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા સિડનાઝ, કરી ચુક્યા હતા સિક્રેટ સગાઈ

સિદ્ધાર્થના મૃત્યુ સાથે, તે બધા સપના અધૂરા રહ્યા. સિદ્ધાર્થ અને શહેનાઝ હવે ક્યારેય લગ્ન કરી શકશે નહીં. બંનેને જોડીને તૂટતી જોઈને ફેન્સની આંખો ભીની છે. ટીવી જગતનું આ સુંદર કપલ હવે વિખેરાઇ ચુક્યું છે. સિદ્ધાર્થ અને શહનાઝના લગ્નના સમાચારોમાં કેટલી હકીકત છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સિદ્ધાર્થને છેલ્લી વિદાય આપતી વખતે શહનાઝ ગિલ ખૂબ ખરાબ હાલતમાં હતી. શહેનાઝના આંસુ અટકવાનું નામ નહોતા લઈ રહ્યા.

a 34 ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા સિડનાઝ, કરી ચુક્યા હતા સિક્રેટ સગાઈ

આ પણ વાંચો :સિદ્ધાર્થ શુક્લાની માતાને મળવા પહોંચી રાખી સાવંત, કહ્યું – આંખોમાં આંસુ છે, પણ ભાન નથી…

બિગ બોસના ઘરમાં સિદ્ધાર્થ અને શહેનાઝની મીઠી તકરાર તો તમને યાદ જ હશે. બન્ને અવારનવાર કોઈ વાત પર દલીલ કરતા રહેતા હતા, પરંતુ અંતમાં કોઈ એક લડાઈનો અંત લાવીને વાત કરવા લાગતા હતા. શેહનાઝે પોતે સ્વીકાર્યુ હતું કે તે સિદ્ધાર્થ સાથે વાત કર્યા વિના રહી નથી શકતી. સિદ્ધાર્થ જ્યારે આ દુનિયાને અલવિદા કહીને જતો રહ્યો છે ત્યારે શહેનાઝ માટે આ પહાડ જેવા દુખને સહન કરવું મુશ્કેલ છે. જે વ્યક્તિ વિના પોતાના જીવનની કલ્પના પણ ના કરી હોય તે વ્યક્તિ આમ એકાએક દુનિયા છોડીને જતી રહે તો તે પીડાનું શબ્દોમાં વર્ણન શક્ય નથી.

a 33 ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા સિડનાઝ, કરી ચુક્યા હતા સિક્રેટ સગાઈ

શહેનાઝ ગિલની જે તસવીરો સામે આવી રહી છે તેના પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે તે કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. સિડનાઝના ફેન્સ આ તસવીરો જોઈને દુખ વ્યક્ત કરી રહ્યા છે. શહેનાઝની સ્થિતિ જોઈને ભલભલાને રડવું આવી શકે છે.

આ પણ વાંચો :શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે સિદ્ધાર્થ શુક્લાને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- તમારા જેવું કોઈ નહીં….

આ પણ વાંચો : સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કારમાં પહોંચેલી Shehnaaz Gill રડતી જોવા મળી

આ પણ વાંચો :મની લોન્ડરિંગ કેસ મામલે અભિનેત્રી રકુલ પ્રીત ઇડી સમક્ષ હાજર થઇ