Not Set/ Pihu Trailer: ઘરમાં એકલી 2 વર્ષની માસુમ બાળકીની રહસ્યમય સ્ટોરી

મુંબઈ, ફિલ્મ ‘પીહુ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને વિનોદ કાપડી દ્રારા નિર્દેશિત કરવામાં આવી છે. એક બે વર્ષની છોકરીની સ્ટોરી આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. મુવી 16 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે. ટ્રેલર બતાવવામાં આવ્યું છે કે એક બે વર્ષની છોકરી ઘરમાં એકલી હોય છે અને ફ્રિજમાં બંધ થઇ જાય છે. તે તેની […]

Trending Entertainment Videos
jn Pihu Trailer: ઘરમાં એકલી 2 વર્ષની માસુમ બાળકીની રહસ્યમય સ્ટોરી

મુંબઈ,

ફિલ્મ ‘પીહુ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને વિનોદ કાપડી દ્રારા નિર્દેશિત કરવામાં આવી છે. એક બે વર્ષની છોકરીની સ્ટોરી આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. મુવી 16 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.

ટ્રેલર બતાવવામાં આવ્યું છે કે એક બે વર્ષની છોકરી ઘરમાં એકલી હોય છે અને ફ્રિજમાં બંધ થઇ જાય છે. તે તેની મૃત માતાને ઉઠાડવાની કોશિશ કરે છે. ઘરમાં એકલી છોકરી ક્યારે રસોડામાં જઈને ગેસ સળગાવે છે તો ક્યારે માઈક્રોવેવ ઓન કરી રોટલી બાળી દે છે.

ટ્રેલરના આધર પર કહી શકાય છે કે આ સસ્પેંસથી ભરેલી એક બે વર્ષની માસુમ બાળકીની રસપદ સ્ટોરી છે. અંતમાં પીહુને ઉંચી બિલ્ડિંગના ફ્લેટની બાલકની ઉભી દેખાય છે.

આપને જણાવી દઈએ કે આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ પહેલા જ કેટલા ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ ચુકી છે  અને પામ સ્પ્રિંગ્સ અને ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ઓપનિંગ ફિલ્મ હતી.