Not Set/ શહીદના અંતિમ સંસ્કાર પહેલા જ તેમની પત્નીએ ૧૦ વર્ષ પછી આપ્યો દીકરીને જન્મ

જમ્મુ જમ્મુ-કાશ્મીરમાં રામબન જીલ્લામાં શહીદ રણજીત સિંહના  પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે પૈત્રુક ગામડે લઇ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ શહીદના અંતિમ સંસ્કારના થોડા સમય પહેલા જ તેમની પત્નીએ બાળકીને જન્મ આવ્યો હતો. આ દંપતીના ઘરે નવા મહેમાનનું આગમન ૧૦ વર્ષ પછી થયું હતું.જમ્મુ કાશ્મીરમાં રણજીત સિંહ તે ત્રણ શહીદ જવાનમાના એક […]

Top Stories India Trending
save શહીદના અંતિમ સંસ્કાર પહેલા જ તેમની પત્નીએ ૧૦ વર્ષ પછી આપ્યો દીકરીને જન્મ

જમ્મુ

જમ્મુ-કાશ્મીરમાં રામબન જીલ્લામાં શહીદ રણજીત સિંહના  પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે પૈત્રુક ગામડે લઇ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ શહીદના અંતિમ સંસ્કારના થોડા સમય પહેલા જ તેમની પત્નીએ બાળકીને જન્મ આવ્યો હતો.

આ દંપતીના ઘરે નવા મહેમાનનું આગમન ૧૦ વર્ષ પછી થયું હતું.જમ્મુ કાશ્મીરમાં રણજીત સિંહ તે ત્રણ શહીદ જવાનમાના એક હતા જે રાજૌરી જીલ્લામાં પાકિસ્તાની ઘુષણખોરી દરમ્યાન શહીદ થયા હતા.

૩૬ વર્ષીય શહીદ જવાનના  મંગળવારે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે શહીદ જવાનના પત્નીએ સોમવારે રાત્રે પ્રસવ  પીડા શરુ થતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમણે સવારે પાંચ વાગ્યે એક દીકરીને જન્મ આપ્યો હતો.

અધિકારીઓના રીપોર્ટ પ્રમાણે સીમુ દેવી પોતાની નવજાત દીકરી સાથે પતિના અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ આવ્યા હતા. ત્યારબાદ સૈન્ય સમ્માન સાથે શહીદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

શહીદના પરિવારના એક વ્યક્તિએ કહ્યું હતું કે શહીદ જવાને પોતાના સંતાન માટે ૧૦ વર્ષની રાહ જોઈ હતી પરંતુ વિધાતાને કઈક બીજું જ મંજુર હતું. તેઓ વર્ષ ૨૦૦૩થી સેનામાં જોડાયા હતા.

શહીદ જવાનને લઈને આખું ગામ શોકમાં ડૂબેલું છે પરંતુ ૧૦ વર્ષ પછી દીકરીના આગમનના લીધે પરિવારને આ દુઃખમાંથી બહાર નીકળી શકે તેવી આશા છે.