IMF/ IMFએ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાન આટલું વધાર્યું,જાણો

એક દિવસ પહેલા, મંત્રાલયે ‘ધ ઈન્ડિયન ઈકોનોમી: અ રિવ્યુ’ નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતનો જીડીપી આવતા વર્ષે 7% રહી શકે છે

Top Stories Business
10 1 4 IMFએ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાન આટલું વધાર્યું,જાણો

વચગાળાના બજેટ પહેલા, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ નાણાકીય વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનને 0.20% થી વધારીને 6.5% કર્યું છે. જ્યારે નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપીનો અંદાજ 6.7% છે.જો કે, 2024-25 માટે IMFનો આ અંદાજ ભારતના નાણા મંત્રાલયના અંદાજ કરતાં 0.50% ઓછો છે. એક દિવસ પહેલા, મંત્રાલયે ‘ધ ઈન્ડિયન ઈકોનોમી: અ રિવ્યુ’ નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતનો જીડીપી આવતા વર્ષે 7% રહી શકે છે.

IMFએ તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં વિકાસ દર 2024 અને 2025 બંનેમાં મજબૂત રહેવાનો અંદાજ છે. આ વધતી સ્થાનિક માંગને દર્શાવે છે.IMFના ચીફ ઇકોનોમિસ્ટ પિયર-ઓલિવિયર ગૌરીનચાસે કહ્યું, વૈશ્વિક અર્થતંત્ર ધીમે ધીમે સોફ્ટ લેન્ડિંગ તરફ આગળ વધી રહ્યું છે. ફુગાવો ઘટી રહ્યો છે અને વૃદ્ધિ વધી રહી છે. જો કે, વિસ્તરણની ગતિ ધીમી રહે છે અને વધુ ઉથલપાથલ થઈ શકે છે.

નોંધનીય છે કે અગાઉ 29 જાન્યુઆરીએ ભારતના નાણા મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો હતો. તેને મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે મજબૂત સ્થાનિક માંગે છેલ્લા ત્રણ વર્ષમાં અર્થવ્યવસ્થાને 7% થી વધુ વૃદ્ધિ દર તરફ દોરી છે.