મુંબઇ,
સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દીકરી સારા અલી ખાન ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કેદારનાથના પ્રોમો ટ્રેલરમાં સારાની બ્યુટીના વખાણ થાય છે સાથે સાથે તેના ફેસ એક્સપ્રેશનના પણ વખાણ થયા છે.
કેદારનાથનું ટ્રેલર સોશિયલ મીડિયામાં રિલીઝ થયા પછી સારા ના ટ્વિટર એકાઉન્ટ વિશે તરેહ તરેહની વાતો શરૂ થઈ હતી.સારાના નામથી કેટલાક ટ્વિટર અકાઉન્ટ છે એવી જ રીતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે પણ એવી વાત છે કે તે ફેક છે.
![બોલો, આ નવોદિત એક્ટ્રેસે પોતે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ ખોલ્યાં છે 6 Image result for sara ali khan fake social media account](https://cdn.thelivemirror.com/wp-content/uploads/2018/12/sara-ali-khan.jpg)
જોવાની વાત એ પણ છે કે ખુદ સારાએ પણ કબુલ્યું છે કે તેનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે તેનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હોવાનું સ્વીકાર્યું હતું. તેને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે ટ્વિટર પર છો ત્યારે એના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘ના. હું ફેક નામથી ઓનલાઇન છું, પરંતુ હું જલ્દી ટ્વિટર પર આવવાની છું.મારુ ઇન્સ્ટાગ્રામ પણ એક ફેક એકાઉન્ટ છે.
![બોલો, આ નવોદિત એક્ટ્રેસે પોતે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ ખોલ્યાં છે 7 Related image](https://cdn.dnaindia.com/sites/default/files/styles/full/public/2018/08/15/718380-sara-ali-khan-yellow-crop.jpg)
સારાએ કહ્યું હતું કે, તે હોટ મોડેલ્સના ફોટોગ્રાફ્સને લાઇક કરવા માટે આ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. તેને સવાલ કરવામાં આવ્યો હતો કે, શા માટે ફેક એકાઉન્ટ બનાવ્યું છે તો એના જવાબમાં તેણે કહ્યું હતું કે, તે નથી ઇચ્છતી કે, દરેક જણ એ જાણે કે, તે કઈ સોશિયલ મીડિયા પોસ્ટ્સને લાઇક કરે છે. વળી, ક્યારેક લોકો સ્ક્રીનશોટ્સ લઈ લેતા હોય છે. જેનાથી તે કમ્ફર્ટેબલ નથી.