Not Set/ ગંગુબાઈ કાઠિયાવાડીની સ્ટોરી/ જેની સાથે કર્યા હતા ભાગીને લગ્ન, તેણે જ 500 રૂપિયા માટે કોઠા પર બેસાડ્યા

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં ટાઇટલ રોલ ભજવી રહી છે. આજે આ ફિલ્મથી આલિયા ભટ્ટની બે તસવીરો સામે આવી છે. આલિયાના આ ફર્સ્ટ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આલિયા આ ફિલ્મમાં એકદમ નોન ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે. આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની બધે ચર્ચા થઇ છે, […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 2 ગંગુબાઈ કાઠિયાવાડીની સ્ટોરી/ જેની સાથે કર્યા હતા ભાગીને લગ્ન, તેણે જ 500 રૂપિયા માટે કોઠા પર બેસાડ્યા

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં ટાઇટલ રોલ ભજવી રહી છે. આજે આ ફિલ્મથી આલિયા ભટ્ટની બે તસવીરો સામે આવી છે. આલિયાના આ ફર્સ્ટ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આલિયા આ ફિલ્મમાં એકદમ નોન ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે. આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની બધે ચર્ચા થઇ છે, પરંતુ શું તમે જાણો છો કે તે કોણ છે? ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એ એક રિયલ લાઇફ પર આધરિત ફિલ્મ છે, આજે અમે તમને જણાવીશું ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ કોણ છે?

લેખક એસ હુસેન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઇ’ વિશે વાત કરવામાં આવે તો ગંગુબાઈ ગુજરાતના કાઠિયાવાડના હતા, જેના કારણે તેમને આ નામ મળ્યું. ગંગુબાઈને ખૂબ જ નાની ઉંમરે વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધા હતા. કુખ્યાત ગુનેગારો પાછળથી ગંગુબાઈના ગ્રાહક બન્યા. ગંગુબાઈ મુંબઇના કામથીપુરા વિસ્તારમાં કોઠા ચલાવતા હતા.

Instagram will load in the frontend.

ગંગુબાઈએ સેક્સવર્કસ અને અનાથો માટે ભલાઈ માટે ઘણું કામ કર્યું હતું. ગંગુબાઈનું પૂરું નામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું. ગંગુબાઈ પહેલા બોલિવૂડની ફિલ્મોમાં અભિનેત્રી બનવા ઇચ્છતા હતા. જ્યારે ગંગુબાઈ 16 વર્ષના હતા. ત્યારે તે તેના પિતાના એકાઉન્ટન્ટ સાથે પ્રેમમાં પડી ગયા હતા, ગંગુબાઈ તેની સાથે ભાગી ગયા હતા અને મુંબઇ સ્થાયી થયા હતા. પરંતુ તે લગ્ન નહીં પરંતુ  છેતરપિંડી હતી, ગંગુબાઈના પતિએ દગો આપ્યો અને તેને 500 રૂપિયામાં માટે તેમને કોઠા પર વેચી દીધા હતા.

Instagram will load in the frontend.

એસ હુસેન ઝૈદીએ તેમની પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઇ’ માં લખ્યું છે કે માફિયા ડોન કરીમ લાલાના ગેંગ મેમ્બરના એક વ્યક્તિએ ગંગુબાઈએ બળાત્કાર ગુજાર્યો હતો. જે પછી ગંગુબાઈએ પોતાના માટે લડ્યા અને કરીમ લાલાને મળ્યા. ગંગુબાઈએ કરીમ લાલાને રાખડી બાંધી અને તેમનો ભાઈ બનાવ્યો. કરીમ લાલાને ભાઈ બનાવવાનો ફાયદો એ થયો કે કામથીપુરા કોઠા ગંગુબાઈ પાસે આવ્યા. એવું કહેવામાં આવે છે કે ગંગુબાઈ તે જ છોકરીને તેની મરજી મુજબ કોઠા પર રાખતા હતા.

આલિયા ભટ્ટનો આ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. સંજય લીલા ભણસાલી કેવી ગેંગસ્ટર મહિલાની વાર્તા રજૂ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. સંજય લીલા ભણસાલીની છેલ્લી ફિલ્મ ‘પદ્માવત’ હતી જેમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આલિયા ભટ્ટ અગાઉ કરણ જોહરની ફિલ્મ ‘કલંક’ માં જોવા મળી હતી. તે મલ્ટિસ્ટારર ફિલ્મ હતી જે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.