Not Set/ ઇશા ગુપ્તાએ યુપીના બે ગામો કેમ દત્તક લીધાં,જાણો 

મુંબઈ ‘જન્નત-2’ ફિલ્મથી જાણીતી બનેલ ‘ઈશા ગુપ્તા’ ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત સામાજિક કાર્યોમાં પણ ખૂબ જ સક્રિય રહેતી હોય છે. તાજેતરમાં જ તેણે ભારતમાં રમતા ગરીબ ફુટબોલ ખેલાડીઓને સારી ટ્રેનિંગ માટે એક એકેડમી ખોલવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે તેણે ઉત્તરપ્રદેશના બે ગામો દત્તક લીધા છે. તેણે ઉત્તરપ્રદેશને બિજનૌર જિલ્લાના આ બન્ને ગામોને દત્તક લીધા […]

Entertainment
esha gupta ઇશા ગુપ્તાએ યુપીના બે ગામો કેમ દત્તક લીધાં,જાણો 
મુંબઈ
‘જન્નત-2’ ફિલ્મથી જાણીતી બનેલ ‘ઈશા ગુપ્તા’ ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત સામાજિક કાર્યોમાં પણ ખૂબ જ સક્રિય રહેતી હોય છે. તાજેતરમાં જ તેણે ભારતમાં રમતા ગરીબ ફુટબોલ ખેલાડીઓને સારી ટ્રેનિંગ માટે એક એકેડમી ખોલવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે તેણે ઉત્તરપ્રદેશના બે ગામો દત્તક લીધા છે. તેણે ઉત્તરપ્રદેશને બિજનૌર જિલ્લાના આ બન્ને ગામોને દત્તક લીધા છે જે પાછળ તેનો ઉદ્દેશ્ય આ ગામોમાં શિક્ષણની વ્યવસ્થા સુધારવાનો છે.
આ અંગે ઈશાએ જણાવ્યુ હતું કે તમામ લોકોને ભણવાનો પુરો અધિકાર છે. દેશમાં અનેક એવા બાળકો છે જે ભણવા માંગે છે પરંતુ સગવડોના અભાવે તે ભણી શક્તા નથી.  જો હું આ બાળકો માટે કંઈક કરી શકું તો તે મારા માટે ખૂબ જ આનંદની વાત હશે. ઈશા ગુપ્તાએ દિલ્હી સ્થિત પહલ નામના એનજીઓની મદદથી આ કાર્ય હાથ ધર્યુ છે. ઈશાના નજીકના સુત્રોના જણાવ્યા મુજબ, બન્ને ગામો વચ્ચે ત્રણ એવી શાળા છે જેને ઈશા સ્પોન્સર કરશે. આ શાળાઓમાં પુરતી સુવિધા ઉપલબ્ધ નથી. જેમને ઈશા પોતાની રીતે અપગ્રેડ કરશે. ગામોની સ્થિતિ જાણવા માટે ઈશા ટૂંક સમયમાં બિજનૌરની મુલાકાત લેશે. સાથે જ ઈશાની ફુટબોલ એકેડમી પણ આગામી જુન મહિનાથી શરુ થઈ રહી છે.