Not Set/ યમલા પગલાં દીવાના ફીર સે…ધર્મેન્દ્ર-સની-બોબીની ધમાલ ફરી જોવા મળશે

મુંબઇ બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર તેના બે પુત્રો સની અને બોબી સાથે ફરી એક વાર ‘યમલા પગલા દીવાના ફિર સે’ ફિલ્મ સાથે લઈને આવી રહ્યા છે. ફિલ્મનું નવું સોંગ પણ રિલીઝ કરવામાં આવ્યું છે,જેમાં ત્રણેય બાપ-દીકરાઓ એકસાથે ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. નવનીત સિંહના નિર્દેશન નીચે બની રહેલ “યમલા પગલા દીવાના ફિર સે”નું નવું ગીત ‘લિટિલ લિટિલ’  રીલીઝ […]

Trending Entertainment Videos
66 યમલા પગલાં દીવાના ફીર સે...ધર્મેન્દ્ર-સની-બોબીની ધમાલ ફરી જોવા મળશે

મુંબઇ

બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર તેના બે પુત્રો સની અને બોબી સાથે ફરી એક વાર ‘યમલા પગલા દીવાના ફિર સે’ ફિલ્મ સાથે લઈને આવી રહ્યા છે. ફિલ્મનું નવું સોંગ પણ રિલીઝ કરવામાં આવ્યું છે,જેમાં ત્રણેય બાપ-દીકરાઓ એકસાથે ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે.

નવનીત સિંહના નિર્દેશન નીચે બની રહેલ “યમલા પગલા દીવાના ફિર સે”નું નવું ગીત ‘લિટિલ લિટિલ’  રીલીઝ કરવામાં આવ્યું છે. આ એક પાર્ટી સોંગ છે જેમાં દેઓલ્સ પાર્ટીમાં મોજ મસ્તી કરતા નજરે પડે છે અને ત્રણેય દારૂના નશામાં ઝુમી રહ્યાં છે. આ ગીત પંજાબના જાણીતા સિંગર હાર્ડી સંધુ દ્વારા ગાયું છે, જ્યારે કંપોઝ ડી સોલ્ડેઝે કર્યું છે.

જુઓ વીડીયો..

“યમલા પગલા દીવાના સીરીઝની આ નવી ફિલ્મ પણ આ વખતે કોમેડીથી ભરપૂર હશે,જેમાં પિતા ધર્મેન્દ્ર તેના પુત્રો સની અને બોબી દેઓલ સાથે કોમેડીનો તડકો લગાવી રહ્યા છે. આ ફિલ્મમાં ખરબંદા, અસરાની અને સતીષ કૌશિક પણ છે. ખાસ પેકેજ તરીકે સલમાન ખાન પણ સામેલ છે. સલમાનએ આ ટીઝરમાં વોઈસ ઓવર  આપ્યો છે.સલમાન સાથે  સોનક્ષી સિંહા, શત્રુઘ્ન સિંહા અને રેખા પણ આ ફિલ્મના એક ગીતમાં જોવા મળશે. આ ફિલ્મ 31 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે.।