Not Set/ ”યે રિશ્તા ક્યાં કહલાતા હૈ” એ પૂર્ણ કર્યા 2700 એપિસોડ, શોના સ્ટાર કાસ્ટે આ રીતે કરી ઉજવણી

મુંબઈ ટીવી સીરીયલના સુપરહિટ શો ”યે રિશ્તા ક્યાં કહલાતા હૈ”એ તાજેતરમાં 2700 એપિસોડ પૂર્ણ કર્યા છે. આ ઉજવણીને મનાવવા માટે શોના સ્ટાર કાસ્ટ હાજર રહ્યા હતા. શોના સંપૂર્ણ સ્ટાર કાસ્ટ સાથે શિવાંગી જોશી અને મોહસીન ખાને બાકીના કાસ્ટ સાથે કેક કાપીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ખુશીના પ્રસંગે શોના લાવબર્ડ્સ નાયરા-કાર્તિકએ રોમેન્ટિક ડાન્સ કર્યો […]

Trending Entertainment
મુંબઈ
ટીવી સીરીયલના સુપરહિટ શો ”યે રિશ્તા ક્યાં કહલાતા હૈ”એ તાજેતરમાં 2700 એપિસોડ પૂર્ણ કર્યા છે. આ ઉજવણીને મનાવવા માટે શોના સ્ટાર કાસ્ટ હાજર રહ્યા હતા.
શોના સંપૂર્ણ સ્ટાર કાસ્ટ સાથે શિવાંગી જોશી અને મોહસીન ખાને બાકીના કાસ્ટ સાથે કેક કાપીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ખુશીના પ્રસંગે શોના લાવબર્ડ્સ નાયરા-કાર્તિકએ રોમેન્ટિક ડાન્સ કર્યો હતો.

આપણે જણાવી દઈએ કે, આ સીરીયલ 12 જાન્યુઆરી 2009 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ સિરિયલના પ્રારંભમાં નૈતિક અને અક્ષરા મુખ્ય કલાકારો હતા. આ વાર્તા આગળ વધીને આગળ અને આ સ્ટોરી તેમના બાળકોની આસપાસની ફરવા લાગી.
આ લોકપ્રિય સીરિયલના 2700 એપિસોડ થયા બાદ શોના ઉજવણીના ઘણા વીડીયોઝ અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.