Not Set/ યો યો હની સિંહે રીમેક ગીતો પર શેર કરી પોતાની પ્રતિક્રિયા!

બોલીવુડમાં પ્રતિષ્ઠિત સંગીત સંવેદનાઓમાંથી એક યો યો હની સિંહ, વર્ષમાં બેક-ટૂ-બેક ચાર્ટબસ્ટર હિટ આપવા માટે જાણિતા છે અને હવે રોકસ્ટારે રિમેક વિશે એક મહત્વપૂર્ણ અંતદ્વષ્ટિ શેર કરી છે. ગાયકે હંમેશા આપણને કોઇ ઓરિજનલની સાથે બ્લોકબસ્ટર રીમેક પણ આપ્યા છે જેમને દેશભરમાં વ્યાપક રીતે વખાણવામાં આવ્યા છે. યો યો હની સિંહનું માનવું છે કે એક ગીત […]

Entertainment
yy6 6 યો યો હની સિંહે રીમેક ગીતો પર શેર કરી પોતાની પ્રતિક્રિયા!

બોલીવુડમાં પ્રતિષ્ઠિત સંગીત સંવેદનાઓમાંથી એક યો યો હની સિંહ, વર્ષમાં બેક-ટૂ-બેક ચાર્ટબસ્ટર હિટ આપવા માટે જાણિતા છે અને હવે રોકસ્ટારે રિમેક વિશે એક મહત્વપૂર્ણ અંતદ્વષ્ટિ શેર કરી છે. ગાયકે હંમેશા આપણને કોઇ ઓરિજનલની સાથે બ્લોકબસ્ટર રીમેક પણ આપ્યા છે જેમને દેશભરમાં વ્યાપક રીતે વખાણવામાં આવ્યા છે. યો યો હની સિંહનું માનવું છે કે એક ગીત ભલે તે ઓરિજનલ હોય કે પછી રિમેક, તેને ટેક્નિકલ રીતે યોગ્ય હોવું જોઇએ ત્યારે તે એક હિટ સાબિત થઇ શકે છે. આ વિષય પર વાત કરતાં યો યો હની સિંહે શેર કર્યું ”મને લાગે છે કે રીમેક એક સારી વાત છે અને તેમાં કંઇ ખોટું નથી. મને બસ લાગે છે કે તેમને એ પ્રકારે બનાવવું જોઇએ કે તે ઓરિજનલ ગીતના ફ્લેવરને નુકસાન ન પહોંચાડવામાં આવે.

Related image

સિંગરે પોતે ઘણી પ્રતિષ્ઠિત ગીતોના રીમેકની રચના કરવામાં આવી છે. તેમણે 2018માં સોનૂ કે ટીટૂ કી સ્વીટી, દિલ ચોરી અને છોટે છોટે પેગની સાથે હિટ ગીત આપ્યા છે. આ ગીતોને હિટ થવા પાછળના કારણો પર વાત કરતાં હની સિંહ કહે છે, ”મારો ઉદ્દેશ્ય તેને બનાવતી વખતનો હતો જો હું એક મહાન કલાકારના કામને લઇ રહ્યો છું તો ફરી તે કલાકારને પણ આ નવા વર્જનની પ્રશંસા કરવી જોઇએ.

Image result for yo yo honey singh

યો યો હની સિંહ એ પણ ઇચ્છે છે કે આ ટ્રેંડ ક્યારે અટકાઇ નહી અને તેના પર પોતાની ભાવના વ્યક્ત કરતાં કહ્યું ”મને લાગે છે કે રીમેક એક ખૂબ સારી વાત છે અને તેમને વધુમાં વધુ બનાવવા જોઇએ. પરંતુ રીમેક સારા હોવા જોઇએ અને હંમેશા ઓરિજનલ ધૂનનું સન્માન કરવું જોઇએ.”

Related image

યો યો હની સિંહે પોતાના અસાધારણ સંગીત અને અનુપમ શૈલીની સાથે ભારતીય સંગીત ઉદ્યોગને દીવાના બનાવી દીધા છે. આ સાથે જ ગાયન સનસનીએ ફરી એકવાર પોતાના પ્રશંસકોના દિલો પર પોતાનો જાદૂ વેરી દીધો છે. હાલમાં યો યો હની સિંહે પોતાના આગામી ગીતો માટે કમર કસી રહ્યા છે અને તેમના પ્રસંશકો આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.