Not Set/ અમિતાભ બચ્ચન પુત્રી શ્વેતાની પ્રથમ પુસ્તક જોઈને થયા ભાવુક

મુંબઈ મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાની એક પોસ્ટના માધ્યમથી પોતાની પુત્રી શ્વેતા બચ્ચન નંદાની પ્રથમ નોવેલના વખાણ કર્યા છે. શ્વેતા પોતાની પુસ્તક પેરાડાઈઝ ટોવર્સને રીલીઝ કરવાને લઈ તૈયાર છે. બિગ-બીએ પોતાની પોસ્ટમાં શ્વેતાની આજ ઉપલબ્ધીનો ઉલ્લેખ કર્યો છે. પોતાની પોસ્ટમાં અમિતાભે શ્વેતાના પુસ્તકનો એક ફોટો શેર કરતા લખ્યુ કે, એ પળ જ્યારે તમારી પુત્રી […]

Uncategorized
y5 અમિતાભ બચ્ચન પુત્રી શ્વેતાની પ્રથમ પુસ્તક જોઈને થયા ભાવુક

મુંબઈ

મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાની એક પોસ્ટના માધ્યમથી પોતાની પુત્રી શ્વેતા બચ્ચન નંદાની પ્રથમ નોવેલના વખાણ કર્યા છે. શ્વેતા પોતાની પુસ્તક પેરાડાઈઝ ટોવર્સને રીલીઝ કરવાને લઈ તૈયાર છે.

બિગ-બીએ પોતાની પોસ્ટમાં શ્વેતાની આજ ઉપલબ્ધીનો ઉલ્લેખ કર્યો છે. પોતાની પોસ્ટમાં અમિતાભે શ્વેતાના પુસ્તકનો એક ફોટો શેર કરતા લખ્યુ કે, એ પળ જ્યારે તમારી પુત્રી તમને પોતાના દ્વારા લખેલ પ્રથમ પુસ્તક આપે છે. આ બિલકુલ એવો અનુભવ છે જ્યારે તમે પોતાની પુત્રીનો તેના જન્મ બાદ પ્રથમ વખત સ્પર્શ કરો છો.  એક ક્રિએટિવ ટેલેન્ટનો જન્મ, મારી પ્રાર્થના અને આશીર્વાદ.

મહત્વનુ છે કે, હાલ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બની રહેલ ફિલ્મ બ્રહ્માસ્ત્રના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં બિગ બીની સાથે રણબીર કપુર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

આ ઉપરાંત બિગ બી આમિર ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં પણ નજરે પડવાના છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રીલીઝ કરવામાં આવ્યુ હતું. જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યુ છે. તેમજ આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક્શન દ્રશ્યો કરતા પણ નજરે પડશે.