Bollywood/ સલમાન ખાને પૂર્ણ કર્યું ફિલ્મ ‘રાધે’ નું શૂટિંગ, ચાહકોને આ અંદાજમાં આપી માહિતી, જુઓ વિડીયો

બોલિવૂડ એક્ટર સલમાન ખાને રાધે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. તાજેતરમાં જ તેણે દિશા પાટની, જેકી શ્રોફ સાથે ફિલ્મનું બાકીનું શૂટિંગ શરૂ કર્યું હતું. લોકડાઉન બાદ સલમાન ખાને સોશિયલ મીડિયા પર રાધે માટે શૂટિંગ વિશે માહિતી આપી હતી. ટ્રેડ એનાલિસ્ટ વિશ્લેષકે સલમાન ખાનનો વીડિયો ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં સલમાન ખાન રાધેના […]

Uncategorized
a 1 સલમાન ખાને પૂર્ણ કર્યું ફિલ્મ 'રાધે' નું શૂટિંગ, ચાહકોને આ અંદાજમાં આપી માહિતી, જુઓ વિડીયો

બોલિવૂડ એક્ટર સલમાન ખાને રાધે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. તાજેતરમાં જ તેણે દિશા પાટની, જેકી શ્રોફ સાથે ફિલ્મનું બાકીનું શૂટિંગ શરૂ કર્યું હતું. લોકડાઉન બાદ સલમાન ખાને સોશિયલ મીડિયા પર રાધે માટે શૂટિંગ વિશે માહિતી આપી હતી. ટ્રેડ એનાલિસ્ટ વિશ્લેષકે સલમાન ખાનનો વીડિયો ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં સલમાન ખાન રાધેના શૂટિંગ પૂર્ણ થવા અંગેની માહિતી આપી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સલમાન ખાન સેટ પર પોતાની કારમાંથી નીકળી રહ્યો છે અને કહે છે, ‘રૈપ ફોર રાધે.’ આ દરમિયાન તે ચેક શર્ટ અને જીન્સમાં જોવા મળી એહ્યો છે. વીડિયોમાં સલમાન ખાન ફિલ્મના શૂટિંગ પૂરા થવા પર ખુબ ખુશ દેખાઈ રહ્યો છે. યાદ અપાવી દઈએ કે, આ ફિલ્મમાં રણદીપ હૂડા વિલનની ભૂમિકામાં જોવા મળશે.

https://twitter.com/i/status/1316342198670028801

આપને જણાવી દઈએ કે સલમાન રાધે ફિલ્મમાં ખતરનાક એક્શન અને સ્ટન્ટ્સ કરતો જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની એક્શન સિક્વન્સ દક્ષિણ કોરિયાના પ્રખ્યાત સ્ટંટમેન ક્વોન તાઈ-હો દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, ક્વોન તાઈ-હો દક્ષિણ કોરિયાના સૌથી મોટા માર્શલ આર્ટ સ્ટાર અને સ્ટંટમેન તરીકે ઓળખાય છે. નવેમ્બર 2019 માં તે મુંબઇ આવ્યો હતો અને તેણે આ ફિલ્મમાં સલમાન ખાન અને રણદીપ હૂડા વચ્ચેની ફાઇટ સિક્વન્સ ડિઝાઇન કરી હતી.

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ક્વોન દક્ષિણ કોરિયાથી આવ્યા પછી એક મહિના મુંબઈમાં રોકાયો હતો અને તેના નિર્દેશનમાં બાંદ્રા સ્ટુડિયોમાં એક્શન સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન એક ફાઇટ સીનમાં કવોન તાઈ-હો સાથે લડતો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ.