Not Set/ શુક્રવારે ચીનમાં રીલીઝ થશે ‘બજરંગી ભાઈજાન’

 મુંબઈ   બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ ૨ ફેબ્રુઆરીના રોજ ચીનમાં રીલીઝ કરવામાં આવશે. રીલીઝ પહેલા બીજિંગમાં 26 ફ્રેબ્રુઆરીના રોજ આ ફિલ્મનું પ્રીમિયર રાખવામાં આવ્યું હતું. જેમાં ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન અને તેના સાથે હર્ષાલી મલ્હોત્રા હાજર રહ્યા હતા. સલમાન ખાનની આ ફિલ્મ ચીનમાં ૮૦૦૦ સ્ક્રીન્સ પર રીલિઝ કરવામાં આવશે. ‘બજરંગી […]

Entertainment
salma khan શુક્રવારે ચીનમાં રીલીઝ થશે 'બજરંગી ભાઈજાન'

 મુંબઈ  

બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ ૨ ફેબ્રુઆરીના રોજ ચીનમાં રીલીઝ કરવામાં આવશે. રીલીઝ પહેલા બીજિંગમાં 26 ફ્રેબ્રુઆરીના રોજ આ ફિલ્મનું પ્રીમિયર રાખવામાં આવ્યું હતું. જેમાં ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મના ડાયરેક્ટર કબીર ખાન અને તેના સાથે હર્ષાલી મલ્હોત્રા હાજર રહ્યા હતા. સલમાન ખાનની આ ફિલ્મ ચીનમાં ૮૦૦૦ સ્ક્રીન્સ પર રીલિઝ કરવામાં આવશે.

‘બજરંગી ભાઈજાન’ આ ફિલ્મ ભારતમાં ૨૦૧૫માં રીલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ ભારતમાં સુપરહીટ સાબિત થઇ હતી. આ ફિલ્મ ક્રિટીક્સ અને દર્શકોને ઘણી પસંદ આવી હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં  સલમાન ખાન અને હર્ષાલી મલ્હોત્રા જોવા મળ્યા હતા અને સાથે કરીના કપૂર, મેહર વિજ અને નવાજુદ્દીન સિદ્દીની પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં હર્ષાલી મલ્હોત્રાની ભૂમિકાનું વધારે મહત્વ જોવા મળ્યું હતું તેની માસુમિયત અને તેની ભૂમિકાએ દર્શકોના મનને જીતી લીધા હતા. આ ફિલ્મથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

સલમાન ખાનની આ ફિલ્મ પહેલા આમીર ખાનની દંગલ ફિલ્મ ચીનમાં રીલીઝ થઇ ચુકી છે. ચીનમાં દંગલ સિવાય સિક્રેટ સુપરસ્ટાર પણ રીલીઝ કરવામાં આવી હતી. દંગલ ફિલ્મે ચીનમાં ૧૨૦૦ કરોડની કમાણી કરી હતી અને સિક્રેટ સુપરસ્ટાર ૭૬૦ કરોડની કમાણી કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે ચીનમાં આમીર ખાનના ઘણા બધા ફૈન ફોલોઇંગ છે. ત્યારે જોવાનું એ છે કે શું સલમાન ખાન પણ આટલા જ ફૈન ફોલોઇંગ મળશે કે કેમ?  તમને જણાવી દઈએ કે ચીનની પ્રોપુલર વેબસાઇન્ડ દાઉબનને ‘બજરંગી ભાઈજાન’ને ૮.6 રેટિંગ આપી છે. ચીનમાં દબંગ, સુલ્તાન અને ટ્યુબલાઈટ ઘણી સારી કમાણી કરી છે.

‘બજરંગી ભાઈજાન ભારત દેશમાં પહેલા દિવસે ૨૭.૨૫ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મની કુલ કમાણીની વાત કરીએ તો ૩૨૦.૩૪ કરોડની કમાણી સાથે સુપરહીટ સાબિત થઇ હતી.