મુંબઇ,
પદ્માવતને લઇને ભલે દેશભરમાં વિરોધ થઇ રહ્યો હોય પરંતું તેનું સ્પેશિયલ સ્ક્રીનીંગ જોનારા વિવેચકો કહે છે, કે આ એક અદભુત ફિલ્મ છે. ફિલ્મને એવી રીતે રજુ કરવામાં આવી છે, જેના કારણે દર્શકોને સીટ પરથી ઉભા થવાનું મન નહીં થાય.
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પદ્માવત ૨૫ જાન્યુઆરીએ થીયેટર્સમાં રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર મહારાવલ રતન સિંહની ભૂમિકામાં જોવા મળશે. અલાઉદ્દીન ખીલજીના રોલમાં રણવીર સિંહને જોઇ શકાશે. આ ફિલ્મમાં દીપિકાનો મુખ્ય ભૂમિકામાં જોવામાં મળશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલીની અત્યાર સુધીની ફિલ્મ કરતા અલગ અને અદભૂત કહી શકાય તેવી ફિલ્મ છે.

ફિલ્મના ગીતો પણ હીટ
ફિલ્મનું સંગીત સુપર હિટ થયેલું છે ઘૂમર, એક હૃદય એક જાન અને બાકી ગીત ફિલ્મના સ્ક્રીનપ્લેમાં મદદ કરે છે. બેકગ્રાઉન્ડ સ્કોર અને યુદ્ધ દરમિયાન સાઉન્ડ ફિલ્મ વધુ સારી બનાવે છે ઘૂમર સોંગ યુટ્યુબ પર હિટ સાબિત થયુ છે.

સેટ અને લોકેશન
સંજય લીલા ભણસાલીની ફિલ્મો તેના લોકેશન અને સેટના કારણે વધુ ચાલતી હોય છે. પદ્માવત ફિલ્મ માટે પણ ભણસાલીએ ભવ્ય અને જબરદસ્ત સેટ ઉપયોગ કર્યો છે. ફિલ્મનું લોકેશન પણ તમારું દિલ જીતી લે તેવું જ છે.

ફિલ્મના ડાયલોગ
ફિલ્મનો જીવ છે એના ડાયલોગ્સ. દિપીકા, શાહિદ અને રણવીર દ્વારા બોલાયેલા સંવાદો તમારા રૂંવાટા ઉભા કરી દેશે. દિપીકાના ‘राजपूती कंगन में उतनी ही ताकत है जितनी राजपूती तलवार में…’, શાહિદના ‘चिंता को तलवार की नोक पे रखे, वो राजपूत…रेत की नाव लेकर समुंदर से शर्त लगाए, वो राजपूत…और जिसका सर कटे फिर भी धड़ दुश्मन से लड़ता रहे, वो राजपूत.’ જેવા દમદાર ડાયલોગ ફિલ્મને મજબૂત બનાવે છે.

ફિલ્મમાં ખીલજીનું પાત્ર
ફિલ્મમાં રણવીર સિંહ અલાઉદ્દીન ખીલજીના રોલમાં તમને જકડી રાખશે અને તમે તેના પરથી નજર નહીં હટાવી શકો. દરેક વાર્તામાં એક વિલન હોય છે અને ખીલજીના રોલમાં રણવીરે જબરદસ્ત શાનદાર એક્ટિંગ કરી છે. આ પાત્ર જેટલું દમદાર છે એટલી જ મજબૂત રણવીરની એક્ટિંગ છે. ફિલ્મની શરૂઆત રણવીરથી થાય છે અને અંત આવે છે દીપિકા પાદુકોણથી.

3D ઇફેક્ટ
આ ફિલ્મમાં એવા અનેક જગ્યાએ 3D ઇફેક્ટ બહુ યોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે. યુદ્ધ દરમિયાન જ્યારે તીર ચાલે છે અને આગના ગોળા ફેંકાય છે. ત્યારે આ તમામ વસ્તુઓને 3Dમાં જોવાની બહુ મજા આવે છે. આ ફિલ્મમાં યુદ્ધમાં વધારે 3D ઇફેક્ટ જોવા મળે છે.
