Not Set/ પદ્માવતીની પ્રાઈવેટ સ્ક્રીનિંગથી સેંસર બોર્ડ નારાજ, દિપીકાએ આપ્યો વળતો જવાબ

ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રીલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવાદ જાણએ ચરમ સીમાએ પહોંચી રહ્યો છે. સિનેમાઘરોમાં આગ લગાવવાથી લઈને, મારી નાખવાની તેમજ હિંસા ફેલાવવાની ધમકિ પણ મળી રહી છે. યુપી સરકારે પણ આ વિવાદને લઈને દાવો કર્યો છે કે લોકો રોષે ભરાયેલા છે આવામાં જો યુપીમાં ફિલ્મ રીલિઝ થશે તો […]

Top Stories
padmavati ghoomar 759 1 પદ્માવતીની પ્રાઈવેટ સ્ક્રીનિંગથી સેંસર બોર્ડ નારાજ, દિપીકાએ આપ્યો વળતો જવાબ

ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રીલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવાદ જાણએ ચરમ સીમાએ પહોંચી રહ્યો છે. સિનેમાઘરોમાં આગ લગાવવાથી લઈને, મારી નાખવાની તેમજ હિંસા ફેલાવવાની ધમકિ પણ મળી રહી છે. યુપી સરકારે પણ આ વિવાદને લઈને દાવો કર્યો છે કે લોકો રોષે ભરાયેલા છે આવામાં જો યુપીમાં ફિલ્મ રીલિઝ થશે તો અશાંતિ ફેલાશે. આ વિવાદની વચ્ચે મેરઠમાં એક રાજપૂત નેતાએ સંજય લીલા ભણસાલીની વિરૂદ્ધમાં ફરમાન જાહેર કર્યું હતું. તો બીજી તરફ 1 ડિસેમ્બરે આ ફિલ્મના રિલીઝ થવા પર પણ અસમંજસ જોવા મળી રહી છે. આ સાથે પદ્માવતી સિનેમાઘરો સુધી પહોંચવામાં પણ ટેકનીકલ સંકટ પણ સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત પદ્માવતીની સ્ક્રીનિંગથી સેંસર બોર્ડ પણ નારાજ છે તો બીજી તરફ એકટ્રેસ દિપીકા પાદુકોણએ આ વિવાદ અને ફિલ્મના વિરોધને શરમજનક ગણાવી છે.