Not Set/ જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટની એન્ટ્રી, વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+રિપોર્ટ પોઝિટિવ

જામનગરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ મહિલાના નમુના ડેલ્ટા પ્લસની ચકાસણી માટે જીજી હોસ્પિટલમાંથી રિપોર્ટ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે.

Top Stories Gujarat Others
ફાલ્ગુની બેન ત્રિવેદી 2 જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટની એન્ટ્રી, વૃદ્ધ મહિલાનો કોરોના ડેલ્ટા+રિપોર્ટ પોઝિટિવ

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો છે. દૈનિક નોધાતા કેસમાં નોધપાત્ર ઘટાડો થયો છે. ૧૦૦થી પણ ઓછા કેસ રાજ્યમાં નોધાઇ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય માટે ચેતવણી રૂપ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસની એન્ટ્રી થઇ ચુકી છે. રાજ્યમાં ડેલ્ટા પ્લસનો વધુ એક નવો કેસ સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના ગાંધીનગર અન્નપૂર્ણા મંદિર પાસે રહેતી વૃધ્ધાને ૨૮ મેના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૨ જૂનના રોજ ડિસચાર્જ કરવામાં આવ્યા હતા. જામનગરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના નમુના ડેલ્ટા પ્લસની ચકાસણી માટે જીજી હોસ્પિટલમાંથી રિપોર્ટ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે.

હાલ, ૬૦ વર્ષીય મહિલા સંપૂર્ણ સ્વસ્થ છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ. મહિલાએ વેક્સિનનો એક ડોઝ લીધો હતો.

નોધનીય છે કે, ડેલ્ટા વેરિયન્ટડેલ્ટા વેરિયન્ટ છાતીના ભાગે અસર કરે છે. જે દર્દીઓ બીજી કોઈ બીમારી સાથે કોવિડગ્રસ્ત બન્યા હોય તેને તે વધુ અસર કરે છે. ડેલ્ટા વેરિએન્ટ ખૂબ ખતરનાક બીમારી છે અને કોરોનાના દર્દીને છાતીના ભાગે જ ડેલ્ટા વેરિયન્ટ લાગુ પડે છે .

આવો જાણીએ “ડેલ્ટા પલ્સ” શું છે ?

આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેન B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. સૌથી પહેલા જેનેટિક ડેલ્ટા પલ્સને AY.1, નામથી ઓળખાતો હતો અને તે સૌ પ્રથમ માર્ચ મહિનામાં  યુરોપના દેશોમાં જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં યૂકેમાં ડેલ્ટા પ્લસના પાંચ કેસ નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોનાવાયરસના એક અલગ સ્વરૂપ તરીકે જ ઓળખવામાં આવ્યો છે.  તેમાં કેટલાક વિશિષ્ટ પરિવર્તન દર્શાવવામાં આવ્યા હતા.

વાયરસની મૂળ જિનોમિક સંરચનામાં ફેરફાર થાય છે. જેને મ્યુટન્ટ કહે છે. એક્સ્પર્ટના મત મુજબ વાયરસ જેમ જેમ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. વાયરસ તેનું સ્વરૂપ બદલે છે. જો કે વાયરસને માત આપવી હશે તો ખૂબ જ સાવધાની રાખવી પડશે. જેથી તેના સંક્રમણને અટકાવી શકાય.

10 દેશોમાં મળ્યો ‘ડેલ્ટા પ્લસ’

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યું હતું કે ભારત એ દસ દેશોમાંથી એક છે જ્યાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો છે. તેમણે કહ્યું કે 80 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટની એન્ટ્રી થયેલી છે. જ્યારે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ, સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન અને રશિયામાં મળ્યો છે.