Not Set/ ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં નોંધાયો પ્રથમ કેસ

કોરોના વાયરસનું ખૂબ જ ખતરનાક વેરિયન્ટ ગણાતા ઓમિક્રોન વેરિયન્ટે ભારત બાદ હવે ગુજરાતમાં પણ  દસ્તક આપી દીધી છે.

Top Stories Gujarat Others
ઓમિક્રોન
  • ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી
  • જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ
  • ઝિમ્બાબ્વેથી પરત આવ્યો હતો યુવક
  • ટેસ્ટ માટે સેમ્પલ પુણે મોકલાયા હતા

કોરોના વાયરસનું ખૂબ જ ખતરનાક વેરિયન્ટ ગણાતા ઓમિક્રોન વેરિયન્ટે ભારત બાદ હવે ગુજરાતમાં પણ  દસ્તક આપી દીધી છે. રાજ્યના જામનગર જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી પરત  આવેલ યુવકને ઓમિક્રોન થયો હોવાનું સામે આવ્યું છે. યુવકના ટેસ્ટ માટે સેમ્પલ પુણે મોકલાયા હતા.આ માટે ગુજરાતમાં હવે સતર્કતા જરૂરી બની છે. જામનગરનો દર્દી હાઈરિસ્ક દેશમાંથી ગુજરાતમાં આવ્યો હતો. ત્યારે રાજકોટના બે દર્દીઓનો રિપોર્ટ પણ હજી પેન્ડિંગ છે. જે જોતા ગુજરાતમા ઓમિક્રોનના કેસમાં વધારો થાય તે જરૂરી બન્યુ છે.

આ પણ વાંચો :ગ્રામ પંચાયતની ચુંટણી માટે ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ

 આપને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃધ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ઓમિક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે. જ્યાં આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો : આજે બીજા દિવસે પણ સુરતમાં IT નાં દરોડાની કામગીરી યથાવત, બિલ્ડર લોબીમાં ફફડાટ

જામનગરમાં આજે ઘાતક ગણાતા નવા ઓમિક્રોનનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. નવા વેરિઅન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો :રાજ્યમાં ખેડૂતોની દયનીય સ્થિતિ, 42.5 ટકા દેવાનાં ડુંગર તળે

મહત્વનું છે કે, આ વૃધ્ધની સાથે સાથે અન્ય 400 લોકોનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.

‘એટ રિસ્ક’ દેશોમાંથી આવતી અત્યાર સુધીની 58 ફ્લાઈટ્સના આશરે 16 હજાર પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ પૈકી 18 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ સંક્રમિતોના રિપોર્ટ જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં આ અંગે માહિતી આપી છે. તો રાજસ્થાનમાં 7 દિવસ પહેલાં દક્ષિણ આફ્રિકાથી જયપુર પરત પરેલા એક જ પરિવારના 4 લોકો કોરોના પોઝિટિવ થયા છે. જેમાં પતિ-પત્ની સહિત તેમની બે પુત્રી સામેલ છે. તમામને ઓમિક્રોનના સંદિગ્ધ ગણાવી કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

ચિંતાની વાત એ છે કે 25 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલો આ પરિવાર જયપુરમાં પોતાના 12 સંબંધીઓને મળ્યો હતો, તેમાંથી 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેમાંથી એક 16 વર્ષનો તરુણ પણ સામેલ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટથી મુંબઈ પરત આવેલા 9 વિદેશી નાગરિકો સહિત 10 લોકોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના શંકાસ્પદ કેસનો આંક વધીને 28 થઈ ગયો છે. આ બધા લોકો 10 નવેમ્બરથી 2 ડિસેમ્બરની વચ્ચે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોના મહામારીએ 1 હજારથી વધુ બાળકોને કર્યા અનાથ