Not Set/ ઈશા અને આનંદ પીરામલનો 450 કરોડનો બંગલો જોઇ તમે પણ કહેશો વાહ…

મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી પોતાના બંગલાને લઇને ઘણી ચર્ચામાં રહે છે. ઈશા અંબાણી અને આનંદ પીરામલનો બંગલો ગુલીટા નો ફોટો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઇ રહ્યો છે. તેના આ આલીશાન બંગલાની ફોટો જોઇ કોઇ પણ દંગ રહી જશે. દક્ષિણ મુંબઈનાં વર્લીમાં સ્થિત આ બંગલાની કિંમત લગભગ 450 કરોડ રૂપિયા છે. અહી ખાસ વાત એ […]

India
article l 2019617713322948749000 ઈશા અને આનંદ પીરામલનો 450 કરોડનો બંગલો જોઇ તમે પણ કહેશો વાહ...

મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણી પોતાના બંગલાને લઇને ઘણી ચર્ચામાં રહે છે. ઈશા અંબાણી અને આનંદ પીરામલનો બંગલો ગુલીટા નો ફોટો છેલ્લા ઘણા સમયથી વાયરલ થઇ રહ્યો છે. તેના આ આલીશાન બંગલાની ફોટો જોઇ કોઇ પણ દંગ રહી જશે. દક્ષિણ મુંબઈનાં વર્લીમાં સ્થિત આ બંગલાની કિંમત લગભગ 450 કરોડ રૂપિયા છે. અહી ખાસ વાત એ છે કે આ બંગલાને ઈશા અંબાણીનાં સસરા અને આનંદ પીરામલનાં પિતા અજય પીરામલે 2012માં ખરીદ્યો હતો અને તેને પોતાના ઘરની લક્ષ્મી અને દિકરાને તેના લગ્નની ભેટનાં રૂપમાં આપ્યો હતો.

Instagram will load in the frontend.

 અંબાણી પરિવારની જેમ પીરામલ પરિવાર પણ એક બિઝનેસ ફેમિલી ગણાય છે. ત્યારે અંબાણી પરિવારની દિકરી ઈશા અંબાણીને તેના સસરાએ જે બંગલો ભેટ સ્વરૂપે આપ્યો છે તે 50 હજાર ફૂટમાં ફેલાયેલો છે. આ બંગલાને ખૂબ સરસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ઇંટરનેશનલ બિઝનેસ ટાઇમ્સ મુજબ ઈશા અંબાણીનાં ઘરમાં રહેલ મોટા ભાગની વસ્તુઓને વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવેલ છે. આપને જણાવી દઇએ કે, ઈશા અને આનંદનાં લગ્ન 12 ડિસેમ્બરનાં રોજ અંબાણી રેસિડેન્સ એંટીલિયામાં થયા હતા.

Instagram will load in the frontend.

ઈશાનાં આ બંગલામાં બનેલા રૂમ પૂરી રીતે ડાયમંડ થીમ પર બનાવવામાં આવેલ છે. પાંચ ફ્લોરની આ બિંલ્ડીંગ સી-ફેસિંગ છે. આ બંગલાથી બહાર નજર કરતા અરબ સાગરનો સુંદર નજારો દેખવા મળી શકે છે. બંગલાની અંદરની સાથે-સાથે બહારથી પણ આ બંગલો ઘણો સુંદર દેખાય છે. ગુલીટાની બહાર ફેલાયેલુ ગાર્ડન જોઇ કોઇ પણ તેની સુંદરતાનાં વખાણ કર્યા વિના ન રહી શકે. વળી ગુલીટાની બહાર રહેલા પાર્કિગ સ્પેસની વાત કરીએ તો અહી 20થી વધુ લગ્ઝરી ગાડીઓ આરામથી ઉભી રહી શકે છે. ઘરનો ડાયનિંગ રૂમ હોય કે બેડરૂમ કે પછી ડ્રોઇંગ રૂમ હોય દરેક જગ્યાની સઝાવટ જોઇ તમે એક સમય માટે દંગ રહી જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.