ટેલિવિઝન/ કોરોનાની કપરી સ્થિતીમાં પણ મહિલાઓ મનોરંજન શોધી જ લેછે

હવે ટેલીવિઝનના ન્યુઝ કેટલા સાચા અને ખોટા તેનું અનુમાન તમારે લગાવવાનું છે

Entertainment
Untitled 9 કોરોનાની કપરી સ્થિતીમાં પણ મહિલાઓ મનોરંજન શોધી જ લેછે

વર્તમાન સમયમાં સાૈની લોકપ્રિય સીરિયલ હોય તો તે છે, અનુપમા કારણ કે દરેક મહિલાઓને લાગે છે કે આ સ્ટોરી અમારી છે. અમે પણ અનુપમાની જેમ જ કઇ કરી શકીએ છીએ. પરંતુ હકીકત જુદી છે.

ચાલો એ બધી વાતોમાં પડ્યા વગર વાત કરવી છે આજે કઇંક જુદી. જી, હા અનુપમા એટલે કે તમારા સાૈની વ્હાલી રુપાલી ગાંગુલી કોરના સંક્રમીત છે તે તો સાૈ કોઇ  જાણે છે. પરંતુ હવે તે ટુંક સમયમાં પરત ફરી શકે તેવા ન્યુઝ પણ છે. હવે ટેલીવિઝનના ન્યુઝ કેટલા સાચા અને ખોટા તેનું અનુમાન તમારે લગાવવાનું છે.

બીજી એક વાત છે જે તમને સાૈને વિચારતા કરી મુકે તેવી છે, અરે વિચારતા કરી શુ મુકે, તમે એ વાત વિશે વિચારતા જ હશો. છેલ્લા એક દાયકા કરતા પણ વધુ સમયથી ચાલી રહેલી તમારી અને સાૈની પસંદીદા ટીવી કાર્યક્રમ એટલે કે યે રીશ્તા ક્યા કહેલાતા હૈ, માં એક નવો જ ટીવ્સ્ટ આવવાનો છે. કાર્તિકના જીવનમાં જ્યાં બધુ ઠીક થવા જાય છે, ત્યાં કોઇનું કોઇ તેની લાઇફને ઉઠલ પાઠલ કરવા આવી જાય છે.

સીરત અને કાર્તિકની સગાઇના દિવસે જ સીરતના જુના પ્રેમીની એન્ટ્રી થઇ રહી છે. હવે આ ટીવ્સ્ટ તો ખરેખર જોવા જેવો હશે. અને પાછુ એટલુ જ નહીં કાર્તિક ઇશારો કરી સીરતને તેની સાથે પણ જવાનું કહે છે. બાપ રે..બાપ યે રીશ્તા..સીરિયલમાં થવા શુ બેઠુ છે. કઇ ખબર જ નથી પડતી. આ ઉપરાંત ઇમલી, સાથીયા 2, યે હૈ ચાહતે, કુંડલી ભાગ્ય અને જુની સીરિયલો જે રીપીટ  થાય છે. તે દર્શકો માટે તો મનોરંજનનો ખજાનો છે. બાળકો માટે પણ સંસ્કાર આપતી વાઘલે કી દુનિયા અને તારક મહેતા કા ઉલટા ચશ્મા ચોવીસ કલાક ચાલુ રહે છે.

એન્ટરટેન્ટમેન્ટની દુનિયાનો પીટારો તો ખુલેલોજ છે. છતા ત્યાં પણ કોરોનાનો ભય ચોવીસ કલાક રહે છે. અને પ્રીય કલાકારો કોરનામાં સપડાયેલા છે. છતા પોતાને મનપસંદ સીરિયલમાં હવે શુ થશે તે સવાલ મહિલાઓ માટે વિશેષ બની ગયો છે. જેના કારણે એટલુ તો કહી જ શકાય કે સારિયલ આગળ વધશે કે નહીં પરંતુ મહિલાઓની ચર્ચાઓ તો થતી જ રહેશે. પછી તે સીરતને લઇને હોય, અનુપમાને લઇને હોય, કે સઇને લઇને કેમ દોસ્તો બરાબરને…?