Health News: ધુમ્રપાન (Smoking)ની લત છોડવી આસન નથી પરંતુ શું તમે જાણો છો તમે સિગારેટ (Cigarette)ને નહીં છોડો તો તે તમારા શરીરને અંદરથી ખોખરું બનાવી શકે છે. સિગારેટ, બીડી, હુક્કો, ગાંજો કે ચરસ, તમે ગમે તેટલું ધુમ્રપાન કરો છો, તે તમારા શરીરને અંદરથી નુકસાન કરે છે અને તમે વધારે બીમાર (Unhealthy) થઇ શકો છો. નિષ્ણાંત અનુસાર, સિગારેટને સળગાવવાથી તેમાંથી નીકળતા હજારો કેમિકલ્સ (Chemicals) તમારા શરીરને નુકસાન કરે છે. ધુમ્રપાન (Smoking)થી થતું નુકસાન ક્યારેક તાત્કાલિક જોવા મળે છે જયારે કેટલાક તેનાં ગેરફાયદા લાંબા સમયે જોવા મળે છે. ધુમ્રપાનથી આપણા શરીરના ઘણા મહત્વના અંગોને નુકસાન થઇ શકે છે.
કેન્સર
આપ સૌ જાણો છો કે ધુમ્રપાન કરવાથી કેન્સર (Cancer)નું જોખમ વધી શકે છે અને તે પીડાદાય મૃત્યુનું કારણ બની જાય છે. સિગારેટનું સેવન કરવાથી ફેફસાનું કેન્સર, મોઢાનું કેન્સર, લીવર કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર અને પેટનું કેન્સર જેવા ઘણાં પ્રકારના કેન્સર થઇ શકે છે.
ફેફસાની બીમારી
સિગારેટ (Cigarette)નો ધુમાડો પણ ગોબ્લેટ સેલની વૃદ્ધિમાં વધારો કરે છે જે લાળની રચના તરફ દોરી જાય છે. સુકી ઉધરસ (Dry Cough)ના કારણે વાયુમાર્ગમાં બળતરાની સમસ્યા થાય છે. ધુમ્રપાન ફેફસામાં વાયુકોશીઓને નુકસાન પહોંચાડે છે જેનાથી એમ્ફિસીમા અથવા COPDની સમસ્યા થઇ શકે છે. આ ધુમાડો ફેફ્સાથી લોહીમાં પ્રવેશ કરી શકે છે જેના કારણે રક્તવાહિનીઓને નુકસાન થઇ શકે છે અને ધુમ્રપાન કરતા વ્યક્તિને લોહીના ગઠ્ઠા અને હાર્ટ એટેક (Heart Attack) જેવી સમસ્યા થઇ શકે છે.
તણાવ
જે લોકો ધુમ્રપાન કરે છે, તે લોકો એવું વિચારે છે કે ધુમ્રપાન કરવાથી ટેન્શન દૂર થાય છે, પરંતુ હકીકતમાં જે લોકો ધુમ્રપાન નથી કરતા તેમને તણાવનો અનુભવ ઓછો થાય છે. તમાકુમાં રહેલ નિકોટીન રહેલું હોય છે જે શરૂઆતમાં ડોપામાઇન (Dopamine) ટ્રાન્સમિશનને વધારે છે જેના કારણે સારું લાગે છે, પરંતુ ડોપામાઇન ટ્રાન્સમિશનમા ઉણપ અનુભવાય છે જેના કારણે ધુમ્રપાન (Smoking) કરવાની ઈચ્છા વધુ થાય છે.
આ પણ વાંચો:સુરતીઓ વગર ધુમ્રપાને 99 સિગારેટ પીધા જેટલું ઝેર શ્વાસમાં લઈ રહ્યાં છે…
આ પણ વાંચો:ધુમ્રપાન કરનારાઓ માટે કોરોના અતિ ગંભીર છે : WHO
આ પણ વાંચો:ધુમ્રપાન કરનારને કોરોનાનું સંક્રમણ ઓછુ, જાણો શું છે આ દાવાની સચ્ચાઈ?