ગુજરાત/ રાજયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઇવીએમ નહિ વપરાય, બેલેટ પેપરથી થશે મતદાન

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે ઇવીએમ મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચુંટણી યોજાય તેવી જાહેરાત કરવામાં આવી છે

Gujarat Others
SSS 2 રાજયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઇવીએમ નહિ વપરાય, બેલેટ પેપરથી થશે મતદાન

રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં યોજાનાર છે. આ ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ થવાનો નથી. બેઠકો પ્રમાણે ઇવીએમ મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચુંટણી યોજાય તેવી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તે પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તેવા ભણકારા વાગી રહ્યા છે, મહત્વનું છે કે ચૂંટણી પહેલા રાજ્યમાં મંત્રી મંડળથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે ત્યારે હવે આ વર્ષના અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તેવું લાગી રહ્યું છે. એવામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે.

આ પણ વાંચો ;વિજયાદશમી / જાણો આ રાજ્યોમાં થાય છે રામની નહીં પણ રાવણની પૂજા

ચૂંટણી પંચ દ્વારા આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ નહીં થાય તેવો નિર્દશ કર્યો છે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે ઇવીએમ મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચુંટણી યોજાય તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વું છે કે રાજ્યમાં આગામી સમયમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયમાં ચૂંટણીએ યોજાનાર છે ત્યારે 1 લાખ 25 હજાર બેઠક પર બેઠક પર ચૂંટણીને લઈને આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં તાજેતરમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટાચૂંટણીઓ સંપન્ન થઇ છે અને તેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ પડકાર બનીને આવી છે.રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ માટેની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકારે રોટેશન રિપોર્ટ એટલે કે સામાન્ય બેઠક, મહિલા અનામત, એસસી-એસટી અનામત સહિતની બેઠકોની જાણકારી ચૂંટણી પંચને આપી છે. આ ચૂંટણી પંચ કોરોના ગાઇડલાઇન પ્રમાણે થવાની છે.

આ પણ વાંચો ;વિશ્લેષણ /  નવા ચહેરાઓ અંગે પાટીલના વિધાનો બાદ ધારાસભ્યો ચીંતામાં!!