Not Set/ પરીક્ષામાં ગેરરીતી આટકાવવા માટે સરકારે લીધું આવું મહત્વનું પગલું

પરીક્ષા ચોરીનાં દુષણને ડામવા સરકાર કટિબદ્ધ પરીક્ષા ચોરી અટકાવવા SITને સોંપાઇ જવાબદારી SIT દુષણને ડામવા બનાવશે એકશન પ્લાન એક મહિનાની અંદર SIT સુપરત કરશે અહેવાલ ભવિષ્યમાં પરીક્ષામાં ચોરી ન થાય તે માટે લેવાયું પગલું ગુજરાત સરકાર માટે સરકારી જગ્યોઓ ભરવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ચોરી અને ગેરરીતી, કલંકીત ઘટના સાબિત થઇ છે. પરીક્ષા મામલે સરકાર […]

Top Stories Gujarat
eaxm sit પરીક્ષામાં ગેરરીતી આટકાવવા માટે સરકારે લીધું આવું મહત્વનું પગલું
  • પરીક્ષા ચોરીનાં દુષણને ડામવા સરકાર કટિબદ્ધ
  • પરીક્ષા ચોરી અટકાવવા SITને સોંપાઇ જવાબદારી
  • SIT દુષણને ડામવા બનાવશે એકશન પ્લાન
  • એક મહિનાની અંદર SIT સુપરત કરશે અહેવાલ
  • ભવિષ્યમાં પરીક્ષામાં ચોરી ન થાય તે માટે લેવાયું પગલું

ગુજરાત સરકાર માટે સરકારી જગ્યોઓ ભરવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ચોરી અને ગેરરીતી, કલંકીત ઘટના સાબિત થઇ છે. પરીક્ષા મામલે સરકાર એક બાદ એક પ્રશ્નનો સામનો કરી રહી છે. વિદ્યાર્થીમાં પરીક્ષા અને પરીક્ષામાં આકાર લેતી ગેરરીતીને કારણે ગુજરાત સરકારની મથરાવટી પરીક્ષા મામલે મેલી થઇ રહી છે. અને આ મામલો ફરી પુનરાર્વતીત ન થાય તે માટે સરકાર દ્વારા મહત્વના પગલા લેવામાં આવ્યા છે.

સરકારી પરીક્ષાની ચોરીનાં દૂષણને ડામવા હવે સરકાર કટિબદ્વ છે. જેને લઇને હવે સીટનાં અહેવાલમાં સામે આવેલા કારણો બાદ સરકાર સફાળી જાગી છે. સરકારી પરીક્ષામાં ગેરરીતી અને ચોરીનાં દૂષણને અટકાવવા હવે સરકાર દ્વારા સીટને જવાબદારી સોંપાઇ છે. જેને લઇને હવે એસ.આઇ.ટી દૂષણને ડામવા નજીકનાં ભવિષ્યમાં જ ફુલ પ્રુફ એકશન પ્લાન રજૂ કરશે. પરીક્ષામાં ચોરી ન થાય તે માટે સરકારને SIT દ્વારા અહેવાલ સુપરત કરવામાં આવશે. બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થયા બાદ સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે. જેને લઇને આગામી એક મહિનાની અંદર SIT સરકારને અહેવાલ સુપરત કરશે. જેથી ભવિષ્યમાં સરકારી પરીક્ષામાં ચોરી ન થાય તે માટે તાકીદે પગલાં લેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.