Income/ 2014 પછી 7 વર્ષમાં મોદી સરકારને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાંથી રૂ. 16.7 લાખ કરોડની આવક 

નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે સાત વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી અને સેસ સહિત કુલ રૂ. 16.7 લાખ કરોડ એકત્ર કર્યા છે.

Business
petrol price hike 2014 પછી 7 વર્ષમાં મોદી સરકારને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાંથી રૂ. 16.7 લાખ કરોડની આવક 

મોદી સરકારના 7 વર્ષના કાર્યકાળ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વસૂલવાના આંકડાને લઈને હંમેશા વિવાદ રહ્યો છે. પરંતુ સરકારે સંસદમાં જણાવ્યું કે 2014માં મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી 2014-15થી 2020-21 વચ્ચેના સાત વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ  અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ સહિત કુલ 16.7 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.  નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં કુંવર દાનિશ અલીના પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.

પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 2013-14માં (યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન) અનબ્રાંડેડ પેટ્રોલ પર 9.20 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યૂટી અને ડીઝલ પર 3.46 રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યૂટી વસૂલવામાં આવી હતી. પરંતુ હાલમાં બિનબ્રાન્ડેડ પેટ્રોલ પર 27.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 21.80 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવી રહી છે. દાનિશ અલીનો પ્રશ્ન કે શું સરકારે છેલ્લા સાત વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી તરીકે રૂ. 36 લાખ કરોડ એકત્ર કર્યા છે, નાણા રાજ્ય મંત્રીએ કહ્યું, ના સાહેબ.

જો કે, કોરોના મહામારીના વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારની પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીથી થતી આવક બમણી થઈ ગઈ છે. સરકારે ખુદ સંસદમાં આ માહિતી આપી છે. 2020-21માં (એપ્રિલ 2020 થી માર્ચ 2021 સુધી), કેન્દ્ર સરકારને પેટ્રોલ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાંથી રૂ. 3.72 લાખ કરોડની આવક થઈ છે જ્યારે 2019-20માં માત્ર રૂ. 1.78 લાખ કરોડ એક્સાઈઝ ડ્યુટી તરીકે પ્રાપ્ત થયા હતા.

દિવાળી પર ભેટ
પરંતુ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારી અંગેની તમામ ટીકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે દિવાળીના એક દિવસ પહેલા જ પેટ્રોલ પર પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.

ફરી કુદરતના ખોળે / સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે છે….

હિન્દુ ધર્મ / સોનાના ઘરેણા પગમાં કેમ નથી પહેરાતા? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

જ્યોતિષ / કયું રત્ન કે ઉપરત્ન કઈ ધાતુની વીંટીમાં પહેરવાથી શુભ ફળ મળે છે?

Gujarat / ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો, વરિષ્ઠ નેતા સાગર રાયકા જોડાયા ભાજપમાં ..